________________
વિરરસ ઉદ્દભવે છે. ઉત્સાહ વધે છે. ચેતન શક્તિ થનગને છે. “અરિહંત' પરમાત્માએ આંતર-બાહ્ય શત્રુઓને જીત્યા એ વીર રસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાગ-દ્વેષ દૂર કરવાની સાધના એ ઉત્તમોત્તમ વીર રસનું દૃષ્ટાંત છે. સિદ્ધ પરમાત્માએ ભવભ્રમણ કરાવનાર આઠ કર્મોનો નાશ કર્યો તે વિચારણામાં પણ વીરરસ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુવંદ પાંચ મહાવ્રત, અષ્ટપ્રવચન માતા, બાવીશ પરિષહ, દશયતિ ધર્મનું પાલન કરે છે એવા સંયમ શૂરવીર છે. એ વીરરસનું નમૂનેદાર દાંત છે. પંચ પરમેષ્ઠીના પાંચ પદની આ પ્રકારની વિચારસૃષ્ટિ વીરરસની અનુભૂતિ કરાવવા સમર્થ છે.
૬. ભયાનક રસ : “ભયની લાગણીમાંથી ભયાનક રસ ઉદ્દભવે છે. કાયિક, વાચિક અને માનસિક રીતે ભયની અનુભૂતિ થાય છે. મહામંત્રના પાંચ પદોની સૂક્ષ્મ વિચારણાની સાથે પોતાના આત્માની વર્તમાન પરિસ્થિતિનો તુલનાત્મક વિચાર કરતાં આત્મા ધ્રુજી ઉઠે છે. અનાદિકાળથી આત્માને ભય રહેલો છે. તે પંચ પરમેષ્ઠીએ દૂર કરવાનો માર્ગ બતાવ્યો છે. હેમચંદ્રાચાર્યની પુષ્પમાળાના પુસ્તકના વિચારોથી સંસારનું સ્વરૂપ જાણીને ભયાનક રસની સ્થિતિ જોવા મળે છે. મોહાદિ આત્મ શત્રુઓની ભૂમિ આ સંસાર છે. તેનું ચિંતન જગતની વિચિત્રતાથી ભયાનક સ્થિતિનો અનુભવ થાય છે. સંસારી જીવોના ત્રાસદાયક સ્થીતિ, કષાય, દુઃખ આદિની વિચારણાએ ભયાનક રસનું ઉદાહરણ છે.
૭. બીભત્સ રસ : જુગુપ્સામાં આ રસની લાગણી રહેલી છે. અંગનષ્ટ, દુર્ગધ, લોહી, પરૂ, અશુચિ વગેરેથી બીભત્સ રસ નિષ્પન્ન થાય છે. મહામંત્રમાં આ રસ માટે જીવાત્માની વર્તમાન સ્થિતિની વિચારણા કરવામાં આવી છે. આત્માની ગર્ભાવસ્થાની સ્થિતિનો વિચાર, રૂધિર અને શુક્રાણુઓનો સંયોગ, મળ, મૂત્રની ક્યારીમાં
નવકારમંત્રમાં નવરસો
૧૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org