________________
વિજ્ઞપ્તિ પત્ર
ધર્મસુરીશ્વરજીને વિજ્ઞપ્તિ પત્રની હસ્તપ્રત.
૦ ૫.પૂ.આ. કસ્તુરસૂરિજી જ્ઞાનમંદિર, સુરતથી પ્રાપ્ત થઈ છે. તેને આધારે વિજ્ઞપ્તિ પત્રની સમીક્ષા કરવામાં આવી છે.
૦ વિજ્ઞપ્તિ પત્રમાં પત્ર લખનાર વ્યક્તિની કોઈ માહિતી નથી પણ સંઘના કાર્યકર્તાઓએ પત્ર લખ્યો હોય એમ અનુમાન કરવામાં આવે છે.
પત્રને અંતે ખામણાંનો ઉલ્લેખ છે તેનો સંદર્ભ વિચારીએ તો ચોમાસામાં સાદડી નગરમાં બિરાજમાન પ.પૂ. સાધુ ભગવંતો અને સંઘના સભ્યો તરફથી છે એમ સમજી શકાય છે. અહીં નામ કરતાં ગુરુભક્તિ નિમિત્તે વંદનનું મહત્ત્વ નોંધપાત્ર ગણાય છે.
ખરેખર તો પત્ર લેખનની શૈલી, ભાષાવૈભવ અને ગુરુભક્તિનો ત્રિવેણી સંગમ કેવો છે તેનો પરિચય થાય છે. એટલે આ પત્ર કરતાં વિશેષ તો શૈલીના ચમત્કારનું પ્રતીક છે. વિજય ધર્મસૂરીશ્વરજીને વિજ્ઞપ્તિ પત્ર (પરિચય)
આરંભમાં પાર્શ્વનાથ પ્રભુની સંસ્કૃતમાં સ્તુતિ કરી છે.
મધ્યકાલીન સમયમાં પત્ર લેખનનો પ્રારંભ સ્વસ્તિ, સન્માન સૂચક શબ્દથી થતો હતો. આ પત્રમાં પણ સ્વસ્તિથી આરંભ કરીને ઋષભદેવ, શાંતિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીને પ્રણામ કરવામાં આવ્યા છે. પત્રમાં સંસ્કૃત ભાષાનો વિશેષ પ્રયોગ અને પ્રભાવ નિહાળી શકાય છે.
જિનમંદિરનો વિશેષણયુક્ત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દા.ત. વાત રે નાર શિરોમnિ: – લૂપ તડપતિ વાડી વન आराम सुशोभिते जिनप्रासाद शिखरकलश ध्वजा मनाहेर श्रेणि
૨૩૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org