________________
સીમંધર સ્વામી અને ઋષભદેવના સ્તવનમાં વિનંતીનો સંદર્ભ થાય છે તેમાં સારરૂપ વિચારો જોઈએ તો ભગવાનના ગુણોની માહિતી અને ભક્તને ભવોદધિથી પાર ઉતારવાનો અને મહાવિદેહમાં બિરાજમાન સીમંધર સ્વામીનાં કોઈ દૈવી શક્તિથી દર્શન થાય ત્યાં જન્મ મળે અને ભવોભવ પ્રભુની સેવા કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થાય એવા વિચારો સ્થાન ધરાવે છે.
વિજ્ઞપ્તિપત્ર (સંક્ષિપ્ત પરિચય) મધ્યકાલીન સમયમાં પત્ર (કાગળ)ને સ્થાને લેખ શબ્દ પ્રયોગ પણ થયો છે. આ વિષયનો વધુ અભ્યાસ કરવા માટે (માહિતી) “વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ” પુસ્તક પ્રગટ થયું છે તેની સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે છે.
આ પુસ્તક શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તરફથી પ્રગટ થયું છે. જૈન સાહિત્યના મહાકૃતોપાસક વિદ્વાન અને સંશોધક મુનિ જિનવિજયજીએ તેનું સંપાદન કર્યું છે.
પ્રથમ ભાગમાં વિજ્ઞપ્તિ મહાલેખ સંસ્કૃત ભાષામાં લખાયો છે. શ્રી જિનોદયસૂરિએ ખરતરગચ્છના પૂ.લોકટિલાચાર્યને આ લેખ લખ્યો છે. તેમાં શત્રુંજય તીર્થની સ્તુતિ કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાનો આ લેખ ગદ્ય-પદ્યના મિશ્રણવાળો છે.
બીજો લેખ મહામહોપાધ્યાય પૂ. જયસાગરજીએ ખરતરગચ્છના પૂ. જિનભદ્રસૂરિને લખ્યો છે તેનો વિષય નાગોર તીર્થ ચૈત્યપરિપાટીનો છે.
બીજા વિભાગમાં ૨૫ લેખોનો સંચય થયો છે. આ વિભાગનું નામ વિજ્ઞપ્તિ ત્રિવેણિ છે. સંસ્કૃત ભાષામાં ગદ્ય-પદ્યના મિશ્રણવાળા
વિજ્ઞપ્તિ પત્ર
૨૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org