________________
ના
રસ
આ વિનંતી પત્ર ઉજ્જયિણીની સંઘે તપાગચ્છના આચાર્ય વિજયપ્રભસૂરિને મોકલ્યો હતો. ચોમાસાની વિનંતી ખમતખામણાં પર્યુષણ પર્વની આરાધના વગેરેની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. આ પત્રો વિસ્તારવાળા અને માહિતીસભર હોય છે. પત્રમાં જશવંતસિંહજી રાજાનો નામોલ્લેખ છે. કેટલાક પત્રોમાં ચિત્રો દોરવામાં આવતાં હતાં. (જૈન સાહિત્ય સંશોધક અનુ.પા. ૨૭૭) (પત્ર રચના સમય સં. ૧૬૬૭ કારતક સુદ-૨)
શ્રી વિજયસેનસૂરિને આગ્રાના સંઘે મોકલેલો સચિત્ર સાંવત્સરિક પત્ર વિશેષ માહિતી જૈન સાહિત્ય સંશોધક અંક-૧, પા. ૨૧૨માં પ્રગટ થઈ છે તેમાંથી મળશે.
શ્રીયુત્ એન.સી.મહેતાએ (આઈ.સી.એસ.) Studies in Indian Painting પુસ્તકમાં વિનંતી પત્રો વિશે એક પ્રકરણ લખ્યું હતું તેનો તેમાં સમાવેશ થયો છે.
આ ટૂંકી વિગત ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે મધ્યકાલીન સમયમાં વિનંતી પત્રો, લેખ, કાગળ ગુજરાતીમાં લખાયા હતા અને પૂ. વિદ્વાન્ ગુરુભગવંતોએ સંસ્કૃતમાં લેખો (પત્ર સ્વરૂપ) લખ્યા હતા. આ વિષય અંગે સંશોધન કરવામાં આવે તો જૈન સમાજ અને સાહિત્યની ગતિ-વિધિનો પરિચય પ્રાપ્ત થાય તેમ છે.
વિજ્ઞપ્તિ પત્ર
૨૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org