________________
૨૪ વિવેક બત્રીશી
જૈન સાહિત્યમાં સંખ્યામૂલક કાવ્ય પ્રકારોની રચના થઈ છે તેમાં વિવેક બત્રીશીની કૃતિનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. સાહિત્યમાં વિવિધ વિષયોને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપદેશનું લક્ષણ કાવ્યના અંગ તરીકે ગણાય છે. ધાર્મિક સાહિત્યમાં ઉપદેશ હોય તે સ્વાભાવિક છે. મમ્મટે કાવ્ય પ્રકાશમાં કાવ્યનાં લક્ષણોમાં ઉપદેશનો પણ સમાવેશ કર્યો છે. જૈન સાહિત્યનો ઉપદેશ ધર્મસંમિત છે. સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ થાય એવી ઉદાર ભાવનાથી ઉપદેશનું તત્ત્વ કાર્યરત છે. ઉપદેશના મૂળમાં કેવળ ભાષિત વચનો છે એટલે તેમાં કોઈ શંકા નથી.
શ્રી જિનપ્રભસૂરિએ ૧૪મી સદીમાં વિવેક બત્રીશી રચના કરી છે આ કૃતિની ભાષા જૂની ગુજરાતી છે. ગુજરાતી ભાષાના વિકાસની ભૂમિકા આ ભાષામાં નિહાળી શકાય છે.
શીર્ષક ઉપરથી જ વિષય વસ્તુનો પ્રથમ દૃષ્ટિએ પરિચય થાય છે. એટલે ઉપદેશ વિશેની વિવિધ માહિતીનો ઉલ્લેખ થયો છે. આ ઉપદેશ આત્માને સન્માર્ગે દોરીને અંતે આચાર ધર્મના પાલનથી મુક્તિના શાશ્વત સુખ આપવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. એક રીતે વિચારીએ તો ઘણા જીવો આવા ઉપદેશથી સંસાર સાગરને તરી ગયા છે. એટલે કે મુક્તિ તે પામ્યા છે.
૨૫૦
Jain Education International
For Personal & Private Use Only
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org