________________
મુર્શિદાબાદવાળા જગતશેઠ તેમજ તેમના ભાઈ સુગાલચંદે શ્રી સમેતશિખર મહાતીર્થનો મોટો જીર્ણોદ્ધાર (ર૧મો ઉદ્ધાર) કરાવી, સં. ૧૮૨પના મહા સુદિ પાંચમના રોજ ભટ્ટા) વિજયધર્મસૂરિના વરદ્હસ્તે ૨૦ તીર્થકરોની સર્વ દેરીઓમાં ચરણપાદુકાઓની, જળમંદિરના જિનપ્રાસાદોની જિનપ્રતિમાઓથી તથા તલેટી મધુવનમાં શ્રી શામળિયા પાર્શ્વનાથ વગેરે જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાવાળી જિનપાદુકાઓ અને જિનપ્રતિમાઓ ઉપર ભટ્ટા) વિજયધર્મસૂરિ તથા જગતશેઠ ખુશાલચંદ અને શેઠ સુગાલચંદનાં નામો ઉત્કીર્ણ થયાં છે. (પ્રક. ૫૮, પૃ. ૨૯૩)
ભટ્ટા) વિજયધર્મસૂરિની નિશ્રામાં મોદી પ્રેમચંદ લવજીએ સુરતથી શત્રુંજય તીર્થનો સં. ૧૮૩૬નો યાત્રાસંઘ અને બીજો સં. ૧૮૩૭ના પોષ સુદિ બીજને દિવસે સુરતથી શત્રુંજય તીર્થનો જલસ્થલ માર્ગનો નાનો સંઘ કાઢ્યો હતો. તેઓશ્રીના ઉપદેશથી મોદી પ્રેમચંદ લવજીએ શત્રુંજય તીર્થે એક મોટું જિનાલય બંધાવ્યું હતું, પણ તેની પ્રતિષ્ઠા ભટ્ટા) વિજયધર્મસૂરિ કાળધર્મ પામતા તેના શિષ્ય ભટ્ટા, વિજય જિનેન્દ્રસૂરિના હસ્તે સં. ૧૮૪૩માં કરાવવામાં આવી
(પ્રક. ૫૭, પૃ. ૫૦ થી પ૩) ભટ્ટા) વિજયધર્મસૂરિ સં. ૧૮૪૧ના માગશર વદ ૧૦ના દિવસે મારવાડના બુલંદનગરે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. મેડતા મધ્યે સં. ૧૮૪૧માં ભંડારી ભવાનદાસે રૂ. બે હજારના ખર્ચે નિર્વાણમહોત્સવ કર્યો હતો.
પૂ. ધર્મસૂરીશ્વરજીને વિજ્ઞપ્તિ પત્રની હસ્તપ્રત પ્રાપ્ત થઈ હતી તેની વિશેષ માહિતી આપવામાં આવી છે તેને આધારે પત્ર લેખનની વિશિષ્ટ પ્રકારની શૈલીનો પરિચય પ્રાપ્ત થાય છે.
હતી.
વિજ્ઞપ્તિ પત્ર
૨૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org