________________
પાપના ઉદયના સમન્વયવાળી રમત છે તેમાં પુણ્યનું બેલેન્સ વધે તો પાપનું પ્રમાણ ઘટે. ભૌતિકવાદની ઘેલછામાંથી મુક્ત થવું જોઈએ.
કર્મનિર્જરા થાય તેવું વર્તન જીવને શાંતિ આપે છે. માટે તપ અને અન્ય રીતે ધર્મની આરાધના એ જ સમસ્યાનો ઉપાય છે.
દુઃખમાં બાહ્ય નિમિત્તોને દોષ આપવો નહિ. પણ ચક્રવર્તીને પણ પોતે પોતાનાં કર્મો ભોગવવાનાં છે. રાજા-મહારાજા તીર્થંકરો, ગણધરો કર્મસત્તાથી બચી શક્યા નથી. અંતરાય કર્મના ઉદયથી જીવનમાં સુખ-શાંતિ-ચીજવસ્તુઓ મળતી નથી. અભિમાન કરવાથી નીચ ગોત્ર કર્મ બંધાય છે. કંજુસાઈ અને સંગ્રહખોરીથી ગરીબાઈ આવે છે. માટે કર્મ સત્તાનો સ્વીકાર કરી કર્મબંધ ન થાય તેવી શૈલી ધર્મની રીતે અપનાવવી જોઈએ.
માનવીએ પોતાની આવકના સંદર્ભમાં ખર્ચ કરવો જોઈએ. કહેવત છે કે Cut your cout according to the cloth - કાપડ પ્રમાણે વેતરણ થાય. ચાર્વાકદર્શન દેવું કરીને ઘી પીઓ મજા માણો એમ જણાવે છે. ભૌતિકવાદીઓ eat drinic and be merry ખાઓ-પીઓ અને મોઝ માણો. આ સિદ્ધાંતોથી ચોરી, દેવું, આપઘાત જેવી સમસ્યાઓ વધી છે. માટે આવા વિચારોનો ત્યાગ કરીને કર્માધીન સ્થિતિમાં સંતોષ માનવો જોઈએ તો જ જીવન શાંતિમય બને. મોટાઈ અને અહમ્ના પ્રદર્શન માટે દેવાદાર માનવી માટે અંતે સમસ્યાઓમાંથી મુક્તિ માટેનો માર્ગ એ છે કે વ્યક્તિએ પોતાની સ્થિતિનો વિચાર કરીને જીવન જીવવું જોઈએ. મોટાઈ કે સારા દેખાવાની કાંઈ જરૂર નથી. મોટાઈ નાશવંત છે. આત્માની મોટાઈ વિચારવી.
અનેકાન્તવાદનો સિદ્ધાંત માત્ર આદર્શ નથી પણ વાસ્તવિક જીવનમાં એના વિચારોનું અનુસરણ ઉપયોગી છે. ભારત જેવા સમસ્યા પ્રધાન જીવનમાં...
૨૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org