________________
જીવવિચાર ટબો
મધ્યકાલીન જૈન સાહિત્યમાં “ટબો” અને “બાલાવબોધ” સંજ્ઞાવાળી ઘણી કૃતિઓ અપ્રગટ છે. ધાર્મિક કૃતિઓ તેના પારિભાષિક શબ્દોને કારણે સમજવી કઠિન છે. દરેક વ્યક્તિનો જ્ઞાનનો ક્ષયોપશમ એક સરખો હોતો નથી. એટલે આવી કૃતિઓને સમજવા માટે વધુ મહેનત-પુરૂષાર્થની જરૂર છે.
મધ્યકાલીન મુનિ ભગવંતોએ જૈન શ્રુતજ્ઞાનના વારસાને સમજવા-સમજાવવા માટે “ટબો” અને બાલાવબોધ જેવી રચનાઓ કરી છે. આ પ્રકારની કૃતિના દષ્ટાંતરૂપે અત્રે સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે પ્રગટ કરવામાં આવી છે.
“ટબો શ્રી ભ્રાતૃચંદ્રસુરીશ્વરજી જ્ઞાન ભંડાર – માંડલ (પાર્જચન્દ્રગચ્છ) જીવવિચાર ટબો : પો. ર૬/૧, પ્રત-૨૪૪.
આ પ્રતના ૬ પેજ છે તેમાં જીવવિચારનો દબો છે. ૧ થી ૩ ગાથાનો ટબો પ્રગટ કરવામાં આવ્યો છે. કર્તાના નામનો કોઈ ઉલ્લેખ થયો નથી એટલે અજ્ઞાત કર્તુત્વ ગણવામાં આવે છે.
કર્તાએ પ્રથમ જીવવિચાર ગાથા લખી છે પછી પ્રત્યેક શબ્દનો અર્થ લખ્યો છે. અર્થની સાથે જ્યાં આવશ્યક હોય ત્યાં વિશેષ જીવવિચાર ટબો
૨૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org