________________
છે. જીવનમાં સુખ-શાંતિ અને આત્માની સમૃદ્ધિ-સમતા માટે જરૂરિયાતોના સંતોષ તરફ પ્રવૃત્ત થવું અનિવાર્ય છે. દુઃખોની પરંપરા સર્જાય અને માનવી વધુ દુઃખમાં જ જીવન પૂર્ણ કરે તેવી રીતે સંપત્તિના નશામાં પાગલ થયેલા લોકો સમૃદ્ધિ હોવા છતાં વિશ્વની સઘળી સમૃદ્ધિ અને સંપત્તિનો માલિક થઈ જાઉં એનાં સ્વપ્નોમાં વાસ્તવિક રીતે સુખી હોવા છતાં દુઃખમાં જ કાળનિર્ગમન કરે છે.
સ્ત્રી, ભોજન અને ધનમાં સંતોષ માનવાથી માનવ જીવનમાં સાચું સુખ પ્રાપ્ત થાય છે. એનું કારણ જરૂરિયાત છે. અસંતોષની આગ ચિંતા કરતાં વધુ પ્રબળ-જલદ હોવાથી અતૃપ્તાવસ્થામાં ઈચ્છાઓના નશામાં જીવન પૂર્ણ થાય છે. વ્યક્તિએ જરૂરિયાતો અને ઈચ્છાઓમાંથી કેટલી પસંદગી કરવી તેનો વિવેક બુદ્ધિથી નિર્ણય કરવાથી સુખની અનેરી અનુભૂતિ થાય છે. ધર્મનો સિદ્ધાંત છે કે ઓછામાં ઓછી જરૂરિયાતોથી જો જીવન ચાલતું હોય તો શાંતિથી જીવી શકાય. ઈચ્છાઓની પૂર્તિ માટે સમય, શક્તિ અને સંપત્તિનો દુર્ભય એ મનુષ્યની ઘેલછા છે જેનું પરિણામ અસંતોષ અને ઈષ્યની આગથી સ્વયં વિનાશને નિમંત્રણ આપવા સમાન છે.
પરિગ્રહ પરિમાણ વ્રત ધારણ કરવાથી જીવનની સમસ્યાઓ નહીવત્ થઈ જાય છે.
યશોવિજયજી ઉપા. અમૃતવેલની સઝાયમાં જણાવે છે કે – પાપ નહીં તીવ્ર ભાવે કરે જેહને નવિ ભવ રાગ રે. ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગશે.
જીવાત્મા પૂર્વભવનાં શુભાશુભ કર્મનું ભાથું લઈને જન્મ ધારણ કરે છે એટલે કર્માધીન અવસ્થામાં સુખ-દુઃખ આવે તે સહન કરવાં અને ધર્મ આરાધનાથી સમતા પ્રાપ્ત કરવી. જીવન એટલે પુણ્ય
૨૨૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org