________________
છે. આજની જીવનશૈલી લોકોને ભય અને ત્રાસ આપીને ક્ષણિક આનંદ માણે છે. પછી સમસ્યાઓ ક્યાંથી દૂર થાય ? કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારની હિંસાનો ત્યાગ જરૂરી છે.
શ્રાવક જીવનનાં ૧૨ વ્રતોનું યથાશક્તિ અનુસરણ કરવાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિમાં મર્યાદાનું વિશિષ્ટ સ્થાન છે. આ મર્યાદાને બંધન માનને મનુષ્યો સ્વતંત્રતાને નામે સ્વેચ્છાચારી બની ગયા છે અને સમસ્યાઓ સ્વયં ઊભી કરી છે ત્યારે ‘મર્યાદા’નો સિદ્ધાંત અપનાવવો આવશ્યક છે. મર્યાદા બંધનથી પણ સદાચારનું લક્ષણ છે અને તેનાથી આત્માની ઊર્ધ્વગતિનો માર્ગ પ્રાપ્ત થાય છે એમ સમજવું જોઈએ. શીલ અને સદાચારના નિયમોનું નીતિપૂર્વક પાલન કરવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
પરિગ્રહ પરિમાણ વ્રતની વિશેષ રીતે સાધના કરવી જોઈએ. સંગ્રહાખોરીનું દૂષણ અછત, ભાવ, વધારો, મોંઘવારી, અસત્ય, ચોરી જેવાં દૂષણો ફેલાવે છે માટે જીવનમાં સંતોષવૃત્તિ કેળવવી જોઈએ. માર્ગાનુસારીના ૩૫ બોલમાં જીવન જીવવાનો માર્ગ દર્શાવ્યો છે તેમાં સંતોષવૃત્તિ અને ન્યાયસંપન્ન દ્રવ્યનો સમાવેશ થયો છે. જરૂરિયાતો અને ઈચ્છાઓ વિશે ધર્મના વિચારો કદાચ ન રૂચે પણ અર્થશાસ્ત્રમાં આ અંગે વિચારણા થઈ છે.
પ્રો. આલ્ફર્ડ માર્શલ જણાવે છે કે અર્થશાસ્ત્ર રોજિંદા જીવનનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે.
અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર.
– એડમ સ્મિથ આ વ્યાખ્યામાં માનવ કલ્યાણનો સંદર્ભ છે. સંપત્તિથી જરૂરિયાતો અને ઈચ્છાઓ સંતોષાય છે પણ ઈચ્છાઓ તો મૃત્યુની અંતિમક્ષણ સુધી સતાવે છે. એટલે તે પૂરી થવાની શક્યતા નહિવત્
સમસ્યા પ્રધાન જીવનમાં...
Jain Education International
For Personal & Private Use Only
૨૧૯
www.jainelibrary.org