________________
સમસ્યા પ્રધાન જીવનમાં સમાધાન માટે જેના મુલ્યોનું અનુસરણ
ભૂમિકા?
મહાન પુણ્યોદયે માનવજન્મ, દેવગુરુ અને ધર્મની સામગ્રી મળી છે. તેમ છતાં જીવન એ સુકોમળ પુષ્પોની શૈયાવાળી જિંદગી જેવું આનંદદાયક નથી. અનેકવિધ સમસ્યાઓ, તનાવ, હતાશા, અશાંતિ અને આતંકવાદના ભય હેઠળ જીવન ચાલી રહ્યું છે.
જીવન સમસ્યાઓથી ઉભરાય છે ત્યારે માનવીની પરિસ્થિતિ જોતાં એમ લાગે છે કે ભૌતિકવાદની વિચારસરણી નિષ્ફળ નીવડી છે. મંત્ર-તંત્રની સંસ્કૃતિ પર યંત્ર સંસ્કૃતિના પ્રહારથી જીવન જીવવા જેવું રહ્યું નથી. આપઘાત, બળાત્કાર, અપહરણ, ચોરી, ગુનાખોરી, રાજકીય અસ્થિરતા જેવાં લક્ષણોથી સમગ્ર માનવજાતનો જીવન પ્રત્યેનો ઉલ્લાસ નાશ પામી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ વિચારીએ તો જૈન ધર્મના મૂલ્યોની અનિવાર્ય આવશ્યકતા દષ્ટિગોચર થાય છે. યંત્રવાદની જડતાએ માનવ મૂલ્યોનો નાશ કર્યો છે. ત્યારે આ જીવન મૂલ્યો જીવનમાં ચરિતાર્થ કરવાથી જીવનમાં સ્વર્ગીય સુખનો આનંદ માણી શકાય છે.
જૈન ધર્મનાં મૂલ્યો માત્ર જૈનો જ નહિ પણ સમગ્ર માનવ સમૂહને જીવન જીવવાની કળા સમાન અનન્ય પ્રેરક અને માર્ગદર્શક સમસ્યા પ્રધાન જીવનમાં..
૨૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org