________________
વ્યવહાર જીવનમાં વૈદરાજને ચિકિત્સા માટે નમસ્કાર કરવામાં આવે છે. ડૉક્ટરને દેવ સમાન ગણવામાં આવે છે. સંસ્કૃત સુભાષિતમાં જણાવ્યું છે કે –
वैद्यराज नमस्तुभ्यम् यमराजसहोदरम् । यमस्तु हरति प्राणान् वैद्योप्राण्णान् धनानि च ॥
હે વૈદ્યરાજ ! તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. કારણ કે તમે યમરાજના સગા ભાઈ છો. યમરાજ તો માત્ર વ્યક્તિના પ્રાણ હરણ કરે છે. (મૃત્યુ) જ્યારે તમે તો પ્રાણ હરણ કરવા ઉપરાંત ધન-સંપત્તિનો પણ વ્યય કરાવો છો. એટલે વૈદ્યરાજની આ સ્થિતિનો વિચાર કરતાં જીવાત્મા એ તો ભવ રોગ નિર્મળ થાય તેનો જ વિચાર કરવો હિતકારક છે.
સકલાડહત સ્તોત્રમાં શ્રેયાંસ ભગવાનની સ્તુતિ કરતાં કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જણાવે છે કે –
ભવરોગાત જંતુના - મગદંકાર દર્શનં. નિઃ શ્રેયસશ્રી રમણઃ શ્રેયાંસદ શ્રેયસેડડુ વઃ || ૧૩ છે.
અર્થ : સંસારરૂપી રોગવડે પીડાયેલા પ્રાણીઓને વૈદ્યસમાન જેનું દર્શન છે. એવા મોક્ષરૂપી લક્ષ્મીના સ્વામી શ્રી શ્રેયાંસનાથ ભગવાન તમને કલ્યાણને માટે થાઓ.
“ભવ' એ જ રોગ નહિ પણ મહારોગ છે. ભવોની પરંપરા કરવી પડે એજ રોગદશામાંથી મુક્તિ થવાનો પ્રયત્ન સારભૂત છે. ભગવાનનું દર્શન વૈદ્યના દર્શન સમાનરોગ નાશ કરનારું છે. એટલે સાચા અર્થમાં ભગવાન વૈદ્ય સમાન છે. ભગવાન શરીર અને આત્માના બધા જ રોગો નિર્મૂળ કરીને આત્મા શાશ્વતસુખ - અવ્યાબાધ સુખ આપનારા છે એટલે દેવાધિદેવ - વીતરાગ વૈદ્યરાજ
वैदराज नमस्तुभ्यम्...?
૨૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org