________________
વ્યાખ્યાન - જાહેર પ્રવચન - શિબિરો વગેરેમાં ત્યાગી મહાત્માઓ જીવનમૂલ્યોની વાતો કરે છે. શ્રોતાઓ સાંભળે છે પણ ઉપાશ્રયમાંથી બહાર ગયા પછી તો મૂલ્યનિષ્ઠાને બદલે અનીતિ, અનાચાર, અસત્ય, મૃષાવાદ, કપટ, સંગ્રહાખોરી, કષાય, રાગ, વૈષ જેવા મૂલ્ય વિરોધી જીવનની બાજી જ લોકો રમતા હોય છે. વ્યાખ્યાન તો જિનવાણીનો અર્ક છે. તેનું મૂલ્ય માત્ર સમજવાસાંભળવા પુરતું જ મર્યાદિત છે. આચારમાં ઉતરતું નથી પણ પાપના ઉદયથી દુઃખ આવે ત્યારે જંતર-મંતર, દોરા-ધાગા, સાધુ-સંતોનો આશ્રય મેળવીને તેમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન થાય છે પણ અશુભ કર્મનો ઉદય ક્ષીણ થાય નહિ ત્યાં સુધી જંતર-મંતર પણ નિષ્ફળ જાય છે.
જ્ઞાની કવિ અખાએ કટાક્ષ વાણીમાં કહ્યું છે કે – કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન.
વાસ્તવિક્તા તો એ છે કે આચારની કટોકટી એજ દુઃખનું કારણ છે. આચારશુદ્ધિનો પુરૂષાર્થ જેટલો પ્રબળ તેટલો આત્મા બાહ્ય-અંતરથી સુખ-દુઃખમાં સમત્વ ભાવમાં રહે છે અને પોતાની સમાધિ-શાંતિ ટકાવે છે.
જૈન દર્શનના સિદ્ધાંતો સમજીને આચારમાં મુકવાથી સમસ્યાઓનું ભૂત જીવાત્માને ભ્રમણ અને ભ્રમણામાંથી મુક્ત કરે છે. આ સત્ય સમજાય તો પછી જીવનનો કોઈ અનેરો રંગ અનુભવાય છે.
આત્મનિરીક્ષણ કરીને ભવ્યાત્માએ વિચારવું જોઈએ કે મારું જીવન સમસ્યારૂપ છે તો તેનાં કારણો કયાં છે ? ભૌતિકવાદની ઘેલછા, દેવું કરીને ઘી પીવો, જીવન ચલાવો, દંભ, મોટાઈ, તેજોદ્વેષ
સમસ્યા પ્રધાન જીવનમાં..
૨૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org