________________
૧. શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા. ૨. શાસ્ત્ર સાંભળવું. ૩. તેનો અર્થ સમજવો. ૪. તે યાદ રાખવો. ૫. તેમાં તર્ક કરવો. ૬. તેમાં વિશેષ તર્ક કરવો. ૭. સંદેહ ન રાખવો. ૮. આ વસ્તુ આમ જ છે એવો નિશ્ચય કરવો.
(૧૫) નિત્ય ધર્મને સાંભળવો. (જેથી બુદ્ધિ નિર્મળ થાય)
(૧૬) પહેલાં જમેલું ભોજન પચી જાય ત્યાર પછી નવું ભોજન કરવું.
(૧૭) જ્યારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એકવાર ખાધા પછી તુરત જ મીઠાઈ વગેરે આવેલું જોઈ લાલચથી ફરી ખાવું નહિ, કારણ કે અપચો થાય.
(૧૮) ધર્મ, અર્થ અને કામ આ ત્રણ વર્ગને સાધવા. (૧૯) અતિથિ તથા ગરીબને અન્નપાનાદિ આપવાં.
(૨૦) નિરંતર આભિનિવેશ રહિત રહેવું - કોઈને પરાભવ કરવાના પરિણામ કરી અનીતિના કામનો આરંભ કરવો નહિ.
(૨૧) ગુણી પુરુષોનો પક્ષપાત કરવો – તેમનું બહુમાન કરવું.
(રર) નિષિદ્ધ દેશકાળનો ત્યાગ કરવો. રાજા તથા લોકોએ નિષેધ કરેલા દેશકાળમાં જવું નહીં.
(ર૩) પોતાની શક્તિને અનુસરીને કામનો આરંભ કરવો. પોતાની શક્તિ હોય તે પ્રમાણે કામ આરંભવું.
(ર૪) પોષણ કરવા યોગ્ય જેવાં કે માતા-પિતા-સ્ત્રીપુત્રાદિકનું ભરણપોષણ કરવું.
(રપ) વ્રતને વિષે રહેલા તથા જ્ઞાને કરી મોટા એવા પુરુષોને પૂજવા. સમસ્યા પ્રધાન જીવનમાં
૨ ૨૭.
કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org