________________
અને ઓછા વત્તા પ્રમાણમાં બિનજરૂરી અઢાર પાપસ્થાનકનું સેવન એ જીવનનો ઉન્માર્ગ છે. આ રીતે ઉન્માર્ગનું સેવન એટલે જીવનમાં સમસ્યાઓનું આમંત્રણ આપવારૂપ છે.
ધર્મગ્રંથો સદાકાળ સન્માર્ગની પ્રેરણા આપે છે. સન્માર્ગના દર્શક પરમકૃપાળુ તીર્થંકર ભગવાન છે. નમુસ્કુર્ણ સૂત્રમાં ભગવાનનાં વિશેષણોમાં “મમ્મદયાણં' વિશેષણ છે. તેનો અર્થ સમજવો જરૂરી છે. ભગવાન સન્માર્ગ દેનારા છે. આત્માના વિકાસ માટે ગુણસ્થાનકની વૃદ્ધિ દર્શાવનારા છે. કર્મના ક્ષયોપશમથી ગુણસ્થાનક વૃદ્ધિ થાય છે. તીર્થકરોએ પોતાના જીવનના આચાર દ્વારા કર્મના ક્ષયોપશમ સાથે મુક્તિ પ્રાપ્ત થાય એવો ઉત્તમોગમ સન્માર્ગ દર્શાવ્યો છે. આ સન્માર્ગ એટલે શ્રાવક ધર્મનું પાલન, માર્ગાનુસારીના ૩૫ બોલનો જીવનમાં ઉપયોગ-આચરણ, દેશવિરતિ ધર્મ એટલે બારવ્રતનું પાલન, પ્રભુભક્તિ, લય-ત્યાગ-દાન-શીલ આદિનું શક્તિ અનુસાર આચરણ વગેરેનું અનુસરણ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. જીવનમાં શાંતિ અને સ્વસ્થતા મળે છે. આ સન્માર્ગથી વિરૂદ્ધ આચરણને કારણે જ સમસ્યાઓથી હેરાનગતિ છે એટલે સમાર્ગનો જ પુરૂષાર્થ ઈષ્ટફળ છે. હવે ભવ્યાત્માએ પોતે જ નિર્ણય કરવાનો છે કે સમસ્યારૂપ જીવનમાંથી મુક્ત થવા માટે કયો માર્ગ અપનાવવો. કેવળ ભાષિત જિનવાણીને માને નહિ પછી ક્યાંથી ઉદ્ધાર થાય ? ખુદ ભગવાન પણ કૃપા કરે નહિ. એવા ભારે કર્મોવાળા આત્મા સત્ય સમજીને જીવન નૈયા ચલાવે એજ સાચો ઉકેલ છે. સંદર્ભ સૂચિઃ ૧. અનેકાન્તવાદ – પ.પૂ.ગણિવર્ય યુગભૂષણવિજયજી. ૨. યોગશાસ્ત્ર - કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય (પ્રકાશ-૨, પ્રકાશ-૪)
૨૨૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org