________________
વૈRH નમસ્તસ્ય?
દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી પણ કર્માધીન જીવો જીવનમાં વિવિધ પ્રકારની પીડાનો અનુભવ કરે છે. રોગગ્રસ્ત માનવી કલ્પનાથી હજારોવાર મરણને નોંતરે છે. રોગ દૂર કરવા માટે વૈદરાજની ચિકિત્સા નિદાન મુખ્ય ગણાય છે. અર્વાચીનકાળમાં વિજ્ઞાનના સંશોધનથી આયુર્વેદિક સારવારની સાથે સાથે એલોપથીની સારવારનું પ્રમાણ વધ્યું છે તેમ છતાં આયુષ્ય કર્મ તો આગળ જ છે. આયુષ્ય હોય તો જીવાત્મા બચી જાય. અશાતા વેદનીય વૈદ્યરાજની દવાથી શાંત થાય. રોગ વિજ્ઞાનમાં અસાધ્ય રોગ તરીકે હાર્ટ, કેન્સર, પેરાલીસીસ, વિકલાંગપણું વગેરે મહત્ત્વના છે. રોગ-પીડા શરીર સાથે સંલગ્ન છે અને તેમાં રહેલો આત્મા આ વેદનાની અનુભૂતિ કરીને ગરીબડી ગાય જેવો કે ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હોય તેવો થઈ જાય છે. રોગની સાથે વૃદ્ધાવસ્થા - શરીરના અંગોની શિથિલતા વગેરેને કારણે આત્મા અત્યંત અશાતાથી પારાવાર વેદના ભોગવે છે. પુણ્યયોગે ઔષધનો ઉપચાર સફળ થાય પણ આત્માનો સાચો રોગ તો ભવભ્રમણનો એટલે કે ૮૪ લાખ જીવા યોનિમાં કર્માનુસાર ચક્રાવો ફરવાનો મહારોગ અસાધ્ય ગણાય છે છતાં ધર્મ એક એવું ઔષધ છે કે શરીર અને આત્મા બંનેના રોગોની ચિકિત્સા કરે છે.
૨૧૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org