________________
૧૮,
લાજવા
| (સાક્ષરરત્ન વિનયસાગરજી આ લેખમાં જૈન શ્રુતજ્ઞાનના પ્રકાંડ પંડિતથી વિનય સાગરજીની શ્રતભક્તિ અને સેવાનો પરિચય આપવામાં આવ્યો છે. શ્રુતજ્ઞાનની કેવી રીતે સેવા થઈ શકે તેનું એક સર્વોત્તમ દષ્ટાંત એમની શ્રુતજ્ઞાનની સેવા છે.)
વિનયસાગરજી મહામહોપાધ્યાય “બહુરત્ના વસુંધરાના ન્યાયે આ વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાશાળી નરરત્નોનો જન્મ થાય છે. ધન્યધરા જયપુર શહેરની કે જ્યાં જૈન શાસનનાં શ્રુતજ્ઞાનના મહાન વિદ્વાનનો જન્મ થયો છે.
માતા પાનીબાઈ અને પિતા સુખલાલના પનોતા પુત્ર વિનયભાઈ. એમનો જન્મ ૧-૭-૧૯રરના રોજ થયો હતો. એમનો અભ્યાસ પણ વિવિધ્યપૂર્ણ છે. કાવ્ય, વ્યાકરણ, ભાષા, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, પાલી) આગમ, જૈન દર્શન સંસ્કૃત અને હિન્દી ભાષામાં સાહિત્યરત્નની પદવી પ્રાપ્ત કરી છે.
ઉપરોક્ત અભ્યાસ પછી સાહિત્ય વાચસ્પતિ શાસ્ત્રવિશારદ, ઉપાધ્યાય, મહામહોપાધ્યાય સાહિત્યાચાર્ય આદિ પદવીઓથી અલંકૃત થયા છે. એમની શ્રુતપાસના અને સાહિત્યની ઉપલબ્ધિના પાયામાં ખરતરગચ્છીય પ.પૂ.આ. જિનમણિસાગરસૂરિની અસીમ
જ્ઞાનતીર્થની યાત્રા
૨૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org