________________
• જૈન સાહિત્યને કેન્દ્રમાં રાખીને રરપ જેટલા નિબંધો પ્રગટ થયા છે.
એમનું વિદ્વત્તાપૂર્ણ કાર્ય પ્રાકૃત ભાષા જૈન સાહિત્ય અને ખરતરગચછનો ઈતિહાસ સાહિત્યમાં વિશેષ નોંધપાત્ર અને સિદ્ધિ દર્શાવે છે. ટૂંકમાં ઉપરોક્ત વિષયમાં એમની બુદ્ધિ અને કાર્યક્ષમતા સર્વોચ્ચ કક્ષાની છે.
એમણે સાધુ-સાધ્વીજી ભગવંતોને જૈન સાહિત્યનો અભ્યાસ કરાવ્યો છે અને ૫૫ વિદ્યાર્થીઓને પ્રાકૃત ભાષા અને જૈન સાહિત્યનો વિશેષ અભ્યાસ કરાવ્યો છે. ૨૭ વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની પદવી માટે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું છે.
પ્રાકૃત ભારતી અકાદમી તરફથી ૧૮૦ ગ્રંથો અને પદ ચિત્ર કથાઓનું પ્રકાશન થયું છે. તેમાં વિનયસાગરજીની વિદ્વત્તા અને ઉચ્ચ કક્ષાની જ્ઞાનોપાસનાનો પરિચય થાય છે.
વિનયસાગરજીએ કેટલીક સંસ્થાઓમાં વિદ્વતાપૂર્ણ પ્રવચનો આપીને શ્રુતજ્ઞાનની ભક્તિની સાથે જ્ઞાન પ્રસારનું કાર્ય કર્યું છે.
વિશ્વવિદ્યાલય ઉદયપુર-રાજસ્થાન, વિશ્વવિદ્યાલય પાર્શ્વનાથ વિદ્યાપીઠ-વારાણસી, બી. એલ. ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડોલોજી નવી દિલ્હી, પ્રાકૃત વિદ્યાવિકાસ ફંડ-અમદાવાદ, રાજસ્થાન પ્રાપ્ય વિદ્યા પ્રતિષ્ઠાન-જોધપુર, આગમ-અહિંસા-સમતા અને પ્રાકૃત શોધ સંસ્થાન-ઉદયપુર અને અન્ય સંસ્થાઓમાં પ્રસંગોચિત શોધનિબંધ પ્રસ્તુત કર્યા છે.
એમની બહુમુખી સાહિત્ય પ્રતિભાનો પરિચય આ રીતે સરસ્વતીને ચરણે શ્રુતજ્ઞાનોપાસનામાં જીવન સમર્પણ કર્યું છે. એમ સ્વાભાવિક રીતે જાણવા મળે છે.
સાક્ષરરત
૨૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org