________________
શ્રી મહાવીર પ્રભુની ગરબીનો આરંભ નીચેની પંક્તિથી થયો છે. વહાલી સખીઓ ! આજે મહાવીર પ્રભુને ગાઈએ રે. ખાતાં હરતાં ફરતાં મહાવીર પ્રભુને ધ્યાઈએ રે.
“ગાઈએ” અને “ધ્યાઈએ’ના પ્રાસ દ્વારા ગેયતા તો સિદ્ધ થાય છે પણ સાચા અર્થમાં તો પ્રભુ મહાવીરના ગુણગાન ગાઈને ધ્યાનસ્થ અવસ્થા પ્રાપ્ત કરવાની તે મહત્વનું છે.
“ગાઈએ” અને “ધ્યાઈએ'નું ફળ દર્શાવતાં કવિ જણાવે છે કે
“જેથી પ્રગટે પરમાનંદ ખરો નિર્ધાર.” આતમમાં જિનશાસન જીવતું નિર્ધાર. એવા જૈન ધર્મને આતમમાં પ્રગટાવીએ રે. સંગીત ખરી લિજ્જત આરંભની પંક્તિઓ ગાયા પછી સાખી દ્વારા માણી શકાય છે. સાખીનો પંક્તિઓમાંથી મહાવીર સ્વામીનો મિતાક્ષરી પરિચય થાય છે.
સાખી
દર્શન જ્ઞાન ચારિત્રને વીર્ય અનંત અપાર. આતમરૂપ જણાવીયું, જિનશાસન જયકાર. ત્રિશલાનંદન જગધણી, નિરાકાર સાકાર. અનંત શક્તિમય પ્રભુ, તીર્થકર અવતાર.
મહાવીર સ્વામી ગામેગામ વિચરીને લોકોના કલ્યાણ માટે સદુપદેશ આપે છે. દ્રવ્ય અને ભાવથી ધર્મનું સ્વરૂપ સમજાવે છે. અન્ય સાખીમાં જૈન ધર્મનું મહત્ત્વ દર્શાવતાં કવિ કહે છે કે –
“પરમાતમ પદ હેતુઓ જૈન ધર્મ છે તેહ. જૈન ધર્મમાં જીવતા, સર્વ ધર્મ સમાન.”
ગરબી
૧૯૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org