________________
૧૭,
ગરબી
મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિ અને જ્ઞાનમાર્ગની વિવિધ પ્રકારની કૃતિઓ રચાઈ છે તેમાં ભક્તિમાર્ગની “ગરબી' પ્રકારના કાવ્યો જૈન સાહિત્યની વિવિધતામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. - ગુજરાતી સાહિત્યમાં કવિ દયારામની કૃષ્ણભક્તિની રચનાઓ પ્રસિદ્ધ છે. “દયારામની ગરબીઓ' એવી ઉક્તિ સાહિત્ય જગતમાં વિશેષ ખ્યાતિ ધરાવે છે. લલિત મંજુલ પદાવલીઓ દ્વારા માનવ ચિત્તની પ્રભુભક્તિ વિષયકવાણી તેમાં વ્યક્ત થાય છે. ગરબી વિશે એવી માન્યતા છે કે સ્ત્રીઓ ગાય તે ગરબો અને પુરૂષો ગાય તે ગરબીનો ઉદ્દભવ ક્યારે થયો તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી પણ ગરબા અને રાસની રચનાઓમાં તેનું મૂળ છે. દેશીઓના રચનાઓમાં પણ ગરબીનો આધાર રહેલો છે.
ગરબી એ ઊર્મિગીતને અનુરૂપ સંક્ષિપ્ત અને ગેય રચના છે. તેમાં કોઈ એક જ વિષયને અનુરૂપ વિચારોનું આલેખન હોવું જોઈએ. ગરબીમાં સંઘનૃત્યને અનુરૂપ તાલ અને ગેયતા અનિવાર્ય છે. તેનું ધ્રુવ પદ આકર્ષક અને મધુર હોવું જોઈએ. ભક્તિની લાગણી કે ઊર્મિઓને પ્રગટ કરવા માટે ગરબીની રચના થાય છે.
ગરબી
૧૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org