________________
અર્વાચીન જૈન સાહિત્યમાં યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિનું પ્રદાન ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. એમનાં કાવ્યોમાં વિવિધતા નિહાળી શકાય છે. ભજન અને પદ સંગ્રહ રચના સાત ગ્રંથો પ્રગટ થયા છે તેમાં પદ, ભજન, સ્તવન, ગઝલ, વધાવા, ગહુલીઓ, ઉપદેશપદ, ચૂનડી, આધ્યાત્મિક પદો, ભગવાન મહાવીરના જીવન વિષયક કાવ્યો, ગુરુભક્તિ નિમિત્તે સ્વાગત, વિદાય, દીક્ષા, પ્રસંગ, યોગ, પારણું, હાલરડું વગેરેને લગતાં વિવિધ કાવ્યોથી એમની કવિત્વની સમૃદ્ધિનું દર્શન થાય છે. તેમાં ગરબી પ્રકારની ભક્તિ માર્ગની કૃતિઓ સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતી સાહિત્યમાં કવિ દયારામની ગરબીઓ પ્રસિદ્ધ છે. જૈન સાહિત્યમાં આબુદ્ધિસાગરની ગરબીઓ નોંધપાત્ર છે. ગરબી સમીક્ષા-૧
યોગનિષ્ઠ પૂ. આચાર્ય બુદ્ધિસાગરસૂરિની કાવ્યસૃષ્ટિ વૈવિધ્યપૂર્ણ છે. વિવિધ કાવ્યપ્રકારોમાં સર્જન કરીને અર્વાચીન કાવ્ય સાહિત્યમાં એમનું પ્રદાન મૂલ્યવાન છે. ભજન - પદ - ગહ્લી અને ગઝલોની મોટી સંખ્યામાં રચના કરી છે. એમની ગરબી કાવ્યરચનાનો પરિચય નીચે પ્રમાણે છે.
જૈન સાહિત્યમાં પૂ.શ્રીએ ગહુંલી સંગ્રહ ભાગ ૧-રમાં ગરબીઓનો સંચય થયો છે.
પૂ.શ્રીએ શ્રી મહાવીર પ્રભુની ત્રણ ગરબીઓની રચના કરી છે. ગરબીઓ ઉપરથી એમનો પ્રભુ મહાવીર સ્વામી પ્રત્યેનો અપૂર્વ ભક્તિ-ભાવનાનું દર્શન થાય છે. સમૂહમાં ગાઈ શકાય અને પ્રભુભક્તિ કરવાની સોનેરી ક્ષણો પ્રાપ્ત થાય એવી ગરબીની ગેયતા અને ભાવ ભક્તોને ભક્તિમાં તન્મય કરે છે.
૧૯૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org