________________
ભમ્યો મન, વચન, કાયાનાં દંડથી દંડાયો. નારકી અને તિર્યંચમાં ઘણાં દુઃખોથી મંડાયો. આ રીતે ફરી ફરી તે ગતિમાં ભમ્યો જેમાં અનંતોકાળ ગયો. ચુલ્લગ વગેરે દશ દષ્ટાંતથી દુર્લભ મનુષ્યભવ પામ્યો ત્યાં જિનેશ્વરદેવે બતાવેલ ચાર પ્રકારનો ધર્મ મળ્યો. તે જિનધર્મને તમે કરો, પ્રમાદનો નાશ કરો. (૧૧).
છે અંતરંગ રાસ સમાપ્ત . મંગલ મહાશ્રી ! ત્રિભુવનની લક્ષ્મીરૂપ કમળ વનને વિકસાવવામાં સૂર્યસમાન નયપૂર્ણવાણીથી જીવોને પ્રતિબોધ આપતાં શ્રી ઋષભદેવથી વીરજિનેશ્વર સુધીનાં જિનેશ્વરોને પ્રણામ કરું છું. વળી મલ્લિનાથ જિનેશ્વર કે જેમનાં ચરણકમળમાં રાજાઓએ આવીને સેવા કરી, તેમનું ચરિત્ર આજ સુધી લોકમાં ગવાય છે. તે ચરિત્રને સંક્ષેપથી કહીશ. (૧)
જંબૂદ્વીપનાં પશ્ચિમ વિદેહથી સલિલાવતી નામની વિજય છે. સુંદર એવી સુગંધી નામની નયરી છે. ત્યાં બુદ્ધિશાળી એવાં ધિઈબલિ નામનાં રાજા છે. ત્યાં ધારિણી નામની દેવીને પરમગુણથી યુક્ત એવાં મહાબલ નામનાં પુત્ર છે. ધિઈબલરાજાએ સુગુરૂ પાસે દીક્ષા લીધી. (૨)
પરમ સુખનાં કારણરૂપ નિરૂપમ મોક્ષને પ્રાપ્ત કર્યો. રાજ્ય ઉપર મહાબલ બેઠો વિનિત એવાં સૈન્યથી પરિવરેલાં તેને રાજ્ય ઉપર કલ્યાણકારી એવાં સાર નામનાં કુમારને બેસાડ્યો તેને બળભદ્રકુમારને રાજ્ય ઉપર બેસાડ્યો. સુગુરૂ પાસે સારા વિચારવાળા સારુકુમારે દીક્ષા લીધી. (૩)
૧. ધિઈબલરાજા = ધૃતિબલ નામે રાજા. ઉપદેશમાલાદિ
૧૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org