________________
ચટક રંગ કરવામાં આવ્યો હતો. તેમાં ચોલમજીઠ રંગ અને કસુંબાનો ઉપયોગ થયો હતો. આવી આકર્ષિક ચૂનડી પહેરીને સુરત શહેરની નારીઓ જિનવાણી (વ્યાખ્યાન) સાંભળવા ઉપાશ્રય પહોંચે છે.
આવી ચૂનડી જોઈને નણદી પોતાના સ્વામીને ચૂનડી મળે એવી વાત કરે છે. ચૂનડીને આકર્ષક બનાવવામાં આવે છે. તેનો પરિચય આપતાં કવિ કહે છે કે - ચૂનડીમાં હાથી ઘોડલા રે
હંસ પોપટને મોર રે. સમર્થ સાસરિયાએ આવી ચૂડી અપાવી છે. સમકિત સાસુના વચનથી સવા લાખ સોનૈયા સસરાજીએ આપ્યાં. સાસુજીને સાડીઓ, નાની નણદને ઘાટ (સાડી જેવું એક વસ્ત્ર), દેરાણી-જેઠાણીને જોડલાં (જોડી-૨ વસ્ત્ર) આપ્યાં આવાં રંગબેરંગી શોભામાં અભિવૃદ્ધિ કરનારાં વસ્ત્રોથી સજ્જ થઈને પરિવારની સ્ત્રીઓ ભગવાનના દરબાર-જિનમંદિરમાં ભક્તિ કરવા માટે જાય છે.
વ્યવહાર જીવનમાં કિંમતી વસ્ત્રો અને અલંકારોથી દેહને શણગારીને નારીઓ જાય છે. તેથી અધિક ઉલ્લાસથી કિંમતી વસ્ત્રોથી શણગાર સજી પરિવારની સ્ત્રીઓ જિનમંદિરમાં ભક્તિ-પ્રભુ પૂજા અને ઉપાશ્રયમાં જિનવાણી સાંભળવા જાય છે. કવિએ ચિત્રાત્મક શૈલીમાં ચૂનડી પરિચયની સાથે તેનું પ્રયોજન દર્શાવ્યું છે.
અંતમાં કવિએ આ ચૂડી અંતરના ભાવોલ્લાસથી ગાઈ છે એમ દર્શાવીને કાવ્ય રચનાની સાથે કવિની અંગત ભક્તિભાવનાની તીવ્રતાનો પણ સંકેત થાય છે. આ લઘુ કાવ્યરચના ભક્તિમાર્ગની રચનાની સાથે કાવ્યને અનુરૂપ મધુર પદાવલીઓ અને ગેયતાથી ભાવવાહી અને આકર્ષક કૃતિનું સર્જન થયું છે.
૧૮૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org