________________
ચૂંદડી' એ સંસારી જીવનમાં સૌભાગ્યના પ્રતીક તરીકે પ્રસિદ્ધ છે. લગ્નજીવનની સફળતા અને સમૃદ્ધિમાં ચૂંદડી ઓઢવાનો પ્રસંગ અપૂર્વ હર્ષોલ્લાસથી ઉજવાય છે.
આત્માના શાશ્વત સુખ માટે સંયમ જીવનનો રાજમાર્ગ સુપ્રસિદ્ધ છે. સંયમ જીવનમાં પાંચ મહાવ્રત છે તેમાં ચોથું બ્રહ્મચર્યવ્રત વ્રતોમાં શિરોમણિ છે. આ માટે શિયળ શબ્દ તેના પર્યાય તરીકે પ્રચલિત છે.
- કવિ શીલવિજયે ૧૧ કડીની આ સક્ઝાયમાં પૂર્વકાલીન દષ્ટાંતોનો ઉલ્લેખ કરીને શીયળ પાળવાનો અનુરોધ કરતો કેન્દ્રવર્તી વિચાર પ્રગટ કર્યો છે. વિષયવાસનાનો ત્યાગ કરીને બ્રહ્મચર્યવ્રત પાલનથી આત્મા મુક્તિમાર્ગનો ભોક્તા બને છે શીયળની ચૂંદડી એ મુક્તિનું પ્રતીક છે. આરંભના શબ્દો છે.
રે જીવ વિષય નિવારીએ, નારી શિરસો નેહો રે. મુંજમૃણાલ તણી પરે, ફાટક દેખાય છેહોરે. || ૧ ||
કવિએ સ્ત્રી ચરિત્રનાં ઉદાહરણ આપવીને શીયળ પાળવાનો બોધાત્મક વિચાર વ્યક્ત કર્યો છે. ઉદા. જોઈએ તો -
જનમ લગે જે વાલહી, સૂરિકતાનારો રે, કંઠે ડસ્યો અંગુઠળે, મારવા નિજ ભરતારો રે, રે જીવ. ૩ દીપશીખા દેખી કરી. રૂપે મોહ્યો પતંગો રે, સોના કારણે લોભીયો, હોમે આપનો અંગો રે. રેજીવાલા
અંતે કવિ જણાવે છે કે “શીયલ સુરંગી ચૂનડી, તે સેવો નિશદિશોરે.” શીયલની ચુંદડી
રે જીવ વિષય નિવારીએ મારી ઉપર શો નેહોરે, મુંજ મૃગાલ તણીપરે ફાટક દેખાય છેહો રે જીવ. / ૧ /
શાનતીર્થની યાત્રા
૧૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org