________________
વાણોવણો = નવવાડ પછી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન પણ જરૂરી છે. જેમાં વાણી = ભાષા સમિતિ તો અત્યંત જરૂરી છે કેમ કે મૌન રાખે તે = મુનિ અથવા મુહપત્તિનાં ઉપયોગ વિવેકપૂર્વક વાણીનો સંયમ રાખો.
ગાથા ૫ થી ૭ માં ‘ચૂંદડી'થી મુક્તિ પામ્યા છે એવા નરનારીઓનો નામોલ્લેખ થયો છે.
પ્રભુનેમનાથ, રાજુલ (રાજિમતી), ગજસુકુમાર, સુદર્શન શેઠ, જંબુસ્વામી, ધન્નઅણગાર, મેઘમુનિ, અવંતીસુકુમાર, શીતા, કુંતી, દ્રૌપદી, દમયંતી, ચંદનબાળા, અંજનાસતી અને પદ્માવતી સતીઓ વગેરે મહાત્માઓ અને સતીઓએ શીયળરૂપી ચૂંદડી ઓઢીને આત્માનું કલ્યાણ કર્યું છે. આ ચૂંદડીનો અજબ-ગજબનો પ્રભાવમહિમા વર્તે છે અંતે ઉપદેશ પંક્તિ છે.
હાજી, શીયળ પાળો નર-નાર.
સર્વ પ્રકારની આરાધનામાં શીયળ પ્રથમ છે. મુક્તિસોપાન ચારિત્ર. ચારિત્રનો શણગાર (ચૂંદડી સમાન) શીયળ છે. આ લઘુકાવ્ય કૃતિ આત્માની મુક્તિના સારરૂપ વ્રત શિરોમણિ શીયળનો મહિમા દર્શાવે છે. નામ ચૂંદડીનું કામ આત્મસિદ્ધિનું.
ભગવાનની મૂર્તિ પૂજા ઉપરાંત અન્ય દેવ-દેવીઓની પણ ભક્તિ કરવામાં આવે છે. દેવી પૂજા પણ ભક્તિનો એક પ્રકાર છે. દેવીને ચૂંદડી ઓઢાડીને નૈવેદ્ય ધરાવીને માનતા માનવામાં આવે છે. દેવીની કૃપાથી કાર્ય સિદ્ધિ થાય એવી શ્રદ્ધાથી લોકો ભક્તિ કરે છે. સત્ય તો કર્માધીન શુભાશુભ ફળછે. પણ દેવીનું નિમિત્ત કાર્ય સિદ્ધિ માટે છે.
ચૂનડી
Jain Education International
For Personal & Private Use Only
૧૯૧
www.jainelibrary.org