________________
૧૬
ચૂનડી
પ્રેમલક્ષણા ભક્તિ સ્વરૂપની ચૂડીની રચના મધ્યકાલીન ભક્તિમાર્ગના પ્રવાહમાં રસિકતા અને નવીનતાનું પ્રતીક બને છે.
વ્યવહાર જીવનમાં લગ્ન પ્રસંગે કન્યાને ચૂંદડી ઓઢાડવાનો રિવાજ છે તેના સંદર્ભથી પ્રભુભક્તિની રચનામાં ચૂનડીનો પ્રયોગ થયો હોય એમ અનુમાન કરવામાં આવે છે. મેઘમુનિ અને માણેકમુનિની ચૂડીની રચના આ. બુદ્ધિસાગર કૃત ગéલી સંગ્રહ ભાગ ૧-રમાંથી પ્રાપ્ત થઈ છે.
પ્રભુભક્તિ કરવા માટેનો પ્રેમ (શૃંગાર) એ ભક્તિનો તલસાટ - ધૂન કે રમઝટ જમાવવામાં આંતર-બાહ્ય રીતે શુભ નિમિત્ત બને છે. એવી એ ચૂનડીની રચના છે. તેનો પરિચય નીચે પ્રમાણે છે.
માણેકમુનિએ ચૂનડીનો આરંભ લઘુ શબ્દચિત્રથી કર્યો છે. આછી સુરંગી ચૂનડી રે, ચૂનડી રાતી ચોળરે. રંગીલી લાલ સુરંગી ચૂનડી રે.
કેટલાક ગામ-શહેરની કોઈ ચીજવસ્તુ પ્રખ્યાત હોય છે. મુંબઈનો હલવો, વડોદરાનો સોલાપુરી ચેવડો, પાટણના પટોળાં તેવી રીતે બુરહાનપુરની બાંધણી હતી અને ઔરંગાબાદમાં તેનો લાલ
ચૂનડી
૧૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org