________________
ચૂનડી :
માણેક મુનિની ચૂડી સંસારી જીવનના સંદર્ભમાં ચૂનડીની રચના અને તેના દ્વારા જિન મંદિરમાં ભક્તિ અને જિનવાણી શ્રવણનો સંદર્ભ દર્શાવે છે. જયારે મેઘમુનિની ચૂડી આ વ્યવહારથી અધિક થઈને “ચારિત્ર ચૂંદડી'નો શાશ્વત વિચાર વ્યક્ત કરે છે. માનવ જીવની સફળતા ચારિત્ર-દીક્ષાનો મનોરથ પૂર્ણ થાય તેમા છે.
આ વિચારના સમર્થન માટે ચૂડીમાં ઐતિહાસિક મહામાનવોના ચારિત્ર અને શીલનો ઉલ્લેખ કરીને ગેય રચના કરી છે. નર-નારીઓ સમૂહમાં ચૂનડી ગાઈને ચારિત્રની ભાવનાની અનુમોદનાની સાથે સંયમ જીવનની પ્રેરણા પ્રાપ્ત કરે તેવો ઉત્તમોત્તમ વિચાર વ્યક્ત થયો છે.
કવિએ ચૂનડીના આરંભથી (૧ થી ૪) ગાથા સુધીમાં ચારિત્રસંયમનો રૂપકાત્મક ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી ગાથા ૫ થી ૮માં આ સંયમચારિત્ર ચૂનડી ઓઢીને સંસાર સાગરથી પાર પામ્યા છે. મનુષ્ય જન્મ સફળ કર્યો છે. આઠ મહા માનવો અને સતીઓના શીયળનો ઉલ્લેખ કરીને ચારિત્ર ચૂડી અને શીલનો મહિમા ગાવામાં આવ્યો છે.
હાંજી - ના ધ્રુવ શબ્દથી પ્રત્યેક પંક્તિમાં ગેયતા સિદ્ધ થઈ છે. ચૂનડી-૧
આછી સુરંગી ચૂનડી રે, ચૂનડી રાતી ચોલરે, રંગીલી, લાલ સુરંગી ચૂનડી રે. ૧ બુરાનપુરની બાંધણી રે, રંગાણી ઔરંગાબાદ રે. રંગીલી. ચોલ મજીઠના રંગથી રે, કસુંબે લીધો હઠવાદ રે. ૨. આ. ૨
ચૂનડી
૧૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org