________________
અનુભવ થાય છે. આ રસની સ્થિતિમાં જો આયુષ્યનો બંધ પડે તો આત્મા દુર્ગતિમાં જાય છે. શોક એ પણ મોહનીય કર્મની જ પ્રકૃતિ છે. તેને કારણે આ લોક-પરલોક બગડે છે. દુઃખદ સ્થિતિનો અનુભવ થાય છે. જીવનની શાંતિ અને સુખમાં અંતરાય ઊભો થાય છે. અરિહંતની યથાર્થ વિચારણાથી આ રસની અનુભૂતિ થાય છે. નંદિષણ અરણિક મુનિના જીવનના પ્રસંગોની વિચારણાથી કરૂણરસ સમજાય છે.
અનંતપુણ્યના ઉદયથી સંયમ પ્રાપ્ત થયા પછી મોહનીય કર્મની સ્થિતિને કારણે આત્મા પતિત થાય છે. આ વિચારથી કરૂણરસ ઉદ્દભવે છે પણ એને તો ગુરુ વચનથી આત્માનો ઉદ્ધાર થાય છે. અરિહંતનો સાક્ષાત્ વિયોગ આ ભરતક્ષેત્રમાં છે એ પણ વિચારીએ તો કરૂણ૨સની સ્થિતિ દર્શાવે છે.
-
૪. રૌદ્ર રસ : ક્રોધ – તોડન – તિરસ્કાર - કઠોર વચન આદિથી રૌદ્રરસ ઉદ્ભવે છે. ક્રોધ કષાયની તીવ્રતાથી રૌદ્રરસ નિષ્પન્ન થાય છે. રૌદ્ર રસ એ જૈન ધર્મની દૃષ્ટિએ રૌદ્ર ધ્યાન કહેવાય છે. તેના ધ્યાનથી નરકગતિમાં જીવાત્મા જાય છે. મહામંત્રના ધ્યાનથી ક્રોધ શાંત થાય છે. શુભ ધ્યાનમાં આવે છે. પંચ પરમેષ્ઠી એ જીવાત્માને સર્વોત્તમ સ્થિતિ અનુભવે છે. ક્રોધથી હાંસીપાત્ર બનાય છે. પીડા થાય છે. અજ્ઞાનદશા અને કર્મોદયનો વિચાર કરવો જોઈએ. આ પ્રકારની વિચારણાની પ્રક્રિયા રૌદ્રરસની સ્થિતિમાં રહેલી છે.
૫. વીરરસ : નીતિ નિયમનું પાલન, શક્તિ બળ, પરાક્રમ, વિનય અને ઉત્સાહ જેવા ભાવથી વી૨૨સ ઉદ્દભવે છે. આ પ્રકારની અભિવ્યક્તિમાં ધૈર્ય, શૌર્ય - ડહાપણ રહેલું છે. વીસ સર્વ ઇન્દ્રિયોની પ્રવૃત્તિમાં રહેલો છે. તેના પ્રકાર દાનવીર, દયાવીર, યુદ્ધવીર, ધર્મવી૨ એમ ચાર છે. મહામંત્રના સ્મરણથી આત્મામાં ૧. તાડન = મારવું
૧૪૨
Jain Education International
For Personal & Private Use Only
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org