________________
બારમાસા કાવ્યોમાં વિવિધતા જોવા મળે છે. સાહિત્ય કલા અને ભક્તિની ત્રિવેણી સમાન આ કાવ્યો જૈન સાહિત્યની સમૃદ્ધિનું પ્રતીક છે.
અજ્ઞાત કવિ કૃત નેમ-રાજુલ બારમાસાની રચના આસોથી કારતક માસના ક્રમથી થઈ છે. કવિએ રાજુલના વિરહને અનુરૂપ મનના માન્યાની દેશીનો પ્રયોગ કરીને રચના કરી છે.
આરંભની પંક્તિઓ જોઈએ તો - એ અજુઆલી રાતડી રે આસો આસિક માસ. મનરા માન્યા. હિંસ ન દેખે હંસલી રે. ચંદ્ર તણે પરકાસ. મનરા માન્યા. / ૧ / ઘરે આવો રે, ભ્રમરલાહો લીજે માહરા જીવન ચતુર સુજાણ.
કવિએ દૃષ્ટાંતના સંદર્ભ દ્વારા પરોક્ષ રીતે નેમજી-રાજુલને મળે. મિલન થાય એવો વિચાર વ્યક્ત કર્યો છે.
હૈયાના હાર, મનમંદિર સૂનાં, પોષ માસની રાત્રિ કઠિન છે, ફાગણમાં વાજિંત્રનો સુંદર અવાજ ગીત, નૃત્ય, ગાન છે. અષાઢમાં મેઘ ગર્જના, પિયુ મળવાની આશા આકાશમાં વીજળીનો ચમકારો મોર-ચાતક ને મનમાં આનંદ વગેરે માહિતી દ્વારા રાજુલના વિરહની અભિવ્યક્તિ થઈ છે.
પ્રકૃતિનો સંદર્ભ દરેક કવિની રચનામાં સમાન છે.
અજ્ઞાત કવિ કૃત નેમનાથજીનો બારમાસીયોની રચના માગશર થી કારતક માસના ક્રમમાં થઈ છે. કવિએ અન્ય કોઈ માહિતી ન બારમાસા - કાવ્યોની સમીક્ષા
૧૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org