________________
ધાર્મિક સાહિત્ય દ્વારા ધમપદેશનો હેતુ સર્વસામાન્ય રીતે એક લક્ષણ ગણાય છે. ઉપદેશના વિચારો ભવ્યાત્માઓના કલ્યાણ માટે છે તેવા હેતુથી હસ્તપ્રતની માહિતી પ્રગટ કરવામાં આવી છે. તાડપત્ર ઉપદેશમાલા ભાવાનુવાદ:
હે પુત્ર ! હું તને વિનંતી કરું છું આ માયા તું મેલી દે. તપ વડે કાયાને કૃશ કર જેથી ભવબંધનથી છે ભવિક ! તું છૂટી જઈશ. જે ભવભાવનાને (સંસાર ભાવનાને) હંમેશા ભાવે છે તેને મોહરાજા ડરાવતો નથી. ખૂબ ભાવપૂર્વક ભાવના ભાવવી. ભાવનાનું દર્શન કરવું તે જીવનો સ્વભાવ છે. ભરતાદિક રાજા રાજય કરવા છતાં ભાવના ભાવમાં સિદ્ધ થયાં છે તેવા અનંતાસિદ્ધ થયાં છે. (૯)
પ્રથમ જિનેશ્વરનાં માતા મરૂદેવી, નિરૂપમ ભાવને કારણે સિદ્ધ થયાં. ગૌતમગણધર ગિરિવર ઉપર પંદરશો તાપસને પ્રતિબોધ કર્યો તે સર્વ તુરત કેવલી થયાં. શુક્લધ્યાન એ શુભભાવનું લક્ષણ છે. વલ્કલચીરી પણ ભાવથી કેવલી થયાં.
કળાવડે, વાંસ ઉપર રહેલાં દોરડાં ઉપર નૃત્ય કરતાં ઈલાપુત્રને રાજાએ જોયો ત્યાં મુનિવરને જોઈ, મનુષ્યભવની દુર્લભતા વિચારતાં ભાવથી જ્ઞાન ઉત્પન્ન થયું. આવું બધું સાંભળી જેવો જોગ મળે તેવી ભાવના ભાવવી આ પ્રમાણે અનેક કર્મોનો નાશ થાય છે. મોહરાજાનાં ઘણાં નગર ઉજ્જડ થાય છે. આંતરશત્રુઓ ઘણાં નાશ પામે છે. તેથી તે ભવ્યજનો ! ભાવના ભાવો - આ પ્રકારે ચારેય પ્રકારનાં ધર્મનાં પ્રભાવને, જિનેશ્વરદેવનાં આગમમાંથી સાંભળીને સ્વાભાવિક ઉદ્યમ કરો. જિનચરણે લાગીને, મોક્ષ કૃત્યને વિશે વિવેકપૂર્વક જાગૃતિ રાખવી.
! ચતુર્વિધ ભાવનાકુલમ સમાપ્ત ..
ઉપદેશમાલાદિ
૧૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org