________________
કવિએ પ્રકૃતિનો મિતાક્ષરી ઉલ્લેખ કર્યો છે અને વૈરાગ્ય ભાવનું નિરૂપણ કર્યું છે. બારમાસાની વિશેષતા એ છે કે તેમાં ઋતુના અવનવા રંગોનું પ્રકૃતિ દર્શન કરાવીને રાજુલના મનની મનોવ્યથા વ્યક્ત કરી છે. સંસ્કૃત નાટકોમાં સુખદ અંતની પ્રણાલિકાનો પ્રયોગ થાય છે તેવી રીતે રાજુલના વિરહ પછી અંતે નેમનાથે જે સંયમનો માર્ગ સ્વીકાર્યો હતો તે જ માર્ગનું અનુસરણ કરીને મુક્તિ પામે છે. લગભગ બધી જ કૃતિઓમાં આ પરંપરા જોવા મળે છે.
કવિ રૂપહંસે નેમ-રાજુલના બારમાસાની રચનામાં અષાઢ થી જેઠ માસના ક્રમનું અનુસરણ કર્યું છે. મધ્યકાલીન કવિઓએ પોતાની કાવ્યકૃતિમાં ગુરુ કૃપાનો ઉલ્લેખ કર્યો છે. કવિએ અષાઢ માસનું પ્રકૃતિ ચિત્રણ કરીને લઘુપ્રકૃતિનું શબ્દચિત્રનો પ્રયોગ કર્યો છે. કવિની પંક્તિઓ નીચે પ્રમાણે છે.
આષાઢે અંબર મેહ, ગડગડી ગાજે રે, વનમાં ટહુકે મોર, હિયડે વાજે રે. બાપેંડા બોલે જોર, પિયુ પિયુ વાણી રે. સખી માહરે મન્મથ જોર, હિયડે વાણી રે વીજળીને ચમકાર, ચમકે બાલારે રૂકી અંતર માંહે, વિરહની જવાલા રે. Sણે અવસર આધાર, અંગશું મિલિયરે, રાજુલના નેમજી નાથ, હેતે ભણિયે રે. ૧૩મી ગાથામાં કવિ જણાવે છે કે – ભેટી નેમિનિણંદ, સંયમ લીધું રે. ભાંગ્યું વિરહનું જોર, કારજ સીધું રે.
૧૭૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org