________________
આપતાં કાવ્યનો આરંભ માગશર માસથી કરીને રાજુલના વિરહની માસવાર અભિવ્યક્તિ કરી છે.
નમૂનારૂપે માહિતી જોઈએ તો - મિગસરિયો ભલે આવિયો, હૈયે હરખ ઉલ્લાસ. તોરણથી પાછા વળ્યા. સબ જાદવ સિરદાર. કહીજો સંદેશો ભોલા નેમને | ૧ |
કવિએ દરેક કડીમાં નેમનાથને સંદેશો કહેજો એ શબ્દોથી રાજુલા મનના વિચારોનું નિરૂપણ કર્યું છે. આ બારમાસામાં પત્ર શૈલીનો પણ પ્રભાવ જોવા મળે છે.
કારતક માસ વિશે કવિ જણાવે છે કે – કાર્તીકી કંત પધારિયા, બોલિયા બારૂઈ માસ મુક્ત ગયા શ્રીનેમજી. સાથે રાજુલ નાર. કહી | ૧૨ /
અજ્ઞાત કવિ કૃત બે કૃતિઓની ભાષા-શૈલી એક જ પ્રકારની છે. એટલે કોઈ એક જ કવિની આ બે કૃતિ હોય એમ અનુમાન કરવામાં આવે છે.
અજ્ઞાત કવિ કૃત નેમનાથજીરો (નો) બારમાસીયોની રચનાનો આરંભ રાજુલ પોતે સખીઓને ઉદ્દેશીને મનોવ્યથા જણાવે છે. અહીં શ્રાવણથી અષાઢ સુધીના બારમાસાનો ક્રમ જોવા મળે છે. આત્મકથનાત્મક શૈલીમાં બારમાસાની રચના થઈ છે. ૧. મિસરીયો = માગશર
૧૭૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org