________________
ડુંગરસ્વામી અંચલગચ્છના ધર્મસૂરિની પરંપરામાં ક્ષમાસાગરના શિષ્ય હતા. કવિએ નેમિનાથ ફાગ (બારમાસ) એ સંજ્ઞાથી રચના કરી છે. ર૬ ગાથાની આ કૃતિમાં ઋતુને અનુરૂપ મિતાક્ષરી ઉલ્લેખ કરીને રાજુલના વિરહને વાચા આપી છે અને અંતે રાજિમતી સંયમ સ્વીકારીને તપ-જપથી કર્મ ખપાવીને સિદ્ધિપદને પામે છે એવો સુખદ અંત દર્શાવ્યો છે. ભાષા જૂની ગુજરાતી અને અપભ્રંશને મળતી આવે છે.
કવિ ડુંગરસ્વામીએ નેમનાથ ફાગ-બારમાસાની રચના સં. ૧૫૩૫માં કરી છે. જૂની ગુજરાતી ભાષાની આ રચનાને ફાગ અથવા બારમાસાની સંજ્ઞા આપવામાં આવી છે. “ફાગ” એ વસંતની પશ્ચાદભૂમિકામાં રચાયેલું રસભાવ અને ઋતુના સમન્વયથી કલાત્મક કાવ્ય ગણાય છે.
ફાગ-ફાગુ કાવ્યમાં ઋતુના સંદર્ભથી બારમાસાનો ઉલ્લેખ થાય છે. કવિ ડુંગરની પ્રાચીન કાવ્યકૃતિ બારમાસાની સંક્ષિપ્ત નોંધ પ્રગટ કરવામાં આવી છે.
કવિએ બારમાસા કાવ્યને અનુરૂપ અષાઢ માસથી જેઠ માસ સુધીના બારમાસનું અનુસરણ કર્યું છે.
કાવ્યનો આરંભ નેમનાથ લગ્નને માંડવે આવ્યા અને પશુઓનો પોકાર સુણીને રાજિમતીનો ત્યાગ કરી ગઢ ગિરનાર પહોંચી જાય છે તે પ્રસંગથી થયો છે. કેટલાંક સ્તવનો પણ આજ પ્રસંગથી શરૂ થયાં છે. પછી રાજિમતીના વિરહને વ્યક્ત કરવામાં આવ્યો છે.
કવિએ પ્રત્યેક માસના પ્રકૃતિના સંદર્ભમાં વિરહની રસિક અભિવ્યક્તિ કરી છે.
બારમાસા - કાવ્યોની સમીક્ષા
૧૪૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org