________________
પાર્શ્વનાથ બારમાસો
મધ્યકાલીન સમયમાં રાસ, ફાગુ, વિવાહલો, ધવલ, જ્યાં દીર્ઘ કાવ્યોની સાથે લઘુ કાવ્ય પ્રકાર તરીકે બારમાસાની રચનાઓ પ્રાપ્ત થાય છે. ઋતુકાવ્ય પ્રકાર તરીકે પણ આ રચનાઓ પ્રસિદ્ધ છે. વર્ષની ઉત્તમ ઋતુમાં વસંત અને વર્ષાનો સમાવેશ થાય છે.
બારમાસ કાવ્યમાં વર્ષના બાર માસના ક્રમિક આલેખન દ્વારા વિરહવેદનાને વાચા આપવામાં આવે છે. તેમાં પણ વિપ્રલંભ શૃંગાર ભાવવાહી રીતે સ્થાન ધરાવે છે.
બારમાસ લઘુ કાવ્ય પ્રકાર હોવા છતાં તેમાં કલ્પનાનો વૈભવ, રસનિરૂપણ અને ભાવ સ્થિતિનું હૃદયસ્પર્શી નિરૂપણ થયું છે. એટલે કાવ્ય તરીકે સ્વતંત્ર પ્રકાર ગણીએ તો પણ યોગ્ય ગણાશે.
જૈન અને જૈનેતર કવિઓએ બારમાસની રચના કરી છે તેમાં વિરહ ઉપરાંત ઉપદેશ અને જ્ઞાન માર્ગના વિચારો પ્રાપ્ત થાય છે.
જૈન સાહિત્યમાં મુખ્યત્વે ધૂલિભદ્ર અને કોશાનો સંબંધ, નેમનાથ અને રાજુલ-રાજિમતીના સંદર્ભમાં બારમાસા કાવ્યો રચાયાં છે. તેમાં કોશા અને રાજુલની વિરહવેદના મૂર્તિમંત અભિવ્યક્ત થઈ છે. આ.બુદ્ધિસાગરસૂરિ, આ.વલ્લભસૂરિની બારમાસા રચનાઓમાં ઉપદેશ અને જ્ઞાન-ભક્તિનો સમન્વય સધાયો છે.
- કવિ જિનહર્ષની એક કાવ્યકૃતિ પાર્શ્વનાથ બારમાસ શ્રી કૈિલાસસાગરસૂરિ જ્ઞાન મંદિરમાંથી પ્રાપ્ત થઈ છે તેને આધારે પાર્શ્વનાથ બારમાસનો પરિચય આપવામાં આવ્યો છે.
આ કાવ્યમાં “માસ' ક્રમ કવિપ્રતિભા પર અવલંબે છે. સામાન્ય રીતે કારતક થી આસો માસનો ક્રમ પ્રચલિત છે. પણ વિરહવેદનાના નિરૂપણ માટે ક્રમમાં ફેરફાર કરવામાં આવે છે. કવિ બારમાસા - કાવ્યોની સમીક્ષા
૧૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org