________________
દ્રવ્યપૂજા, અષાઢમાં મેઘ ગર્જના કરે છે ત્યારે ઢોલ, મૃદંગના વાજિંત્રનો નાદ ગુંજે છે.
કવિના શબ્દોમાં શ્રાવણ માસની ભક્તિનો વિચાર જોઈએ તોશ્રાવણીએ સરોવરિયા વરસે, બપૈયા, મોર, દાદુર પીસે ગુણીજન રાગ મલ્હારે ગાસે / જગત / ૧૧ છે.
ભક્તો મલ્હાર રાગમાં ભગવાનનાં ગુણ ગાશે. (અહીં ચૈત્યવંદન-સ્તવન-સ્તુતિનો સંદર્ભ સમજવો.)
ભાદરવા માસમાં પર્વાધિરાજની આરાધના કરી ભક્તિ નિમિત્તે પૂજા ભણાવવી અને આસો માસમાં મનની આશા પૂર્ણ થાય દીપાવલી પર્વ આવે અને ઘર ઘર દીપક પ્રગટાવી હર્ષની અનુભૂતિ
થાય.
આ રીતે બારમાસ દ્વારા ભક્તિ કરીને “મેવા’ શાશ્વત સુખ આપો એવી અભિલાષા પ્રગટ થઈ છે.
“બારે માસ કરું સેવા” પંક્તિથી આખું વર્ષ પ્રભુની સેવા કરવાની ભાવના વ્યક્ત થઈ છે. ' અહીં પ્રકૃતિનો નામોલ્લેખ ભક્તિના સંદર્ભમાં થયો છે. ફાગ ખેલવો, પુષ્પોની વૃષ્ટિ, સરોવરી નીર ભર્યા, બપૈયા, દાદુર મોરનો શ્રાવણ માસમાં ઉલ્લેખ, વસંત ઋતુ, વૈશાખમાં વન-ઉપવનમાં વિકાસ પામેલી પ્રકૃતિનું દર્શન, મેઘ ગર્જના વગેરેથી પ્રકૃતિનો પરિચય થાય છે. ઋતુ કાવ્યને અનુરૂપ આ પ્રકૃતિનો પ્રયોગ કાવ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અહીં શૃંગાર રસ-ભક્તિ શૃંગાર તરીકે સ્થાન ધરાવે છે. પ્રભુ ભક્તિનો ભાવભર્યો સ્નેહ ભક્તિરસનું દૃષ્ટાંત પૂરું પાડે છે. ઋતુ કાવ્યની પરંપરામાં આ અભિનવ રચના કાવ્ય અને ભક્તિના સમન્વયથી આસ્વાદ્ય બની છે. ૧૫૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org