________________
કારતક માસમાં ઠંડીની અનુભૂતિ થાય છે. દીપાવલીનું પર્વ ઘરઘર ઝગમગતા દીવડા ઘર-ઘર પકવાન આનંદનું વાતાવરણ છે. સર્વત્ર સુખની લહેર છવાઈ પણ મારે તો હે સખી પાર્શ્વકુમાર નથી એટલે અશાંતિ છે.
પોષ માસની સખત ઠંડીમાં અગ્નિથી (ગરમી) શીતળતા મળે પાર્શ્વકુમાર મને છોડીને ગયા એમ ચિત્તમાં વિચાર આવે છે.
મહા માસમાં શીતળતાની લહેરની અનુભૂતિ થાય છે અને રાત-દિન પસાર કરવામાં વિરહની ભાવના વધે છે.
ફાગણ માસ હોળીનું પર્વ. રંગ-ગુલાલ ફાગ ખેલતાં નરનારીઓ આનંદ અને ઉલ્લાસનું પર્વ.
ફાગણ માસના વર્ણનમાં અનેરો ઉત્સાહ પ્રગટ્યો છે. વાજિંત્રનો નાદ પણ આનંદમાં અભિવૃદ્ધિ કરે છે અહીં પ્રકૃતિનું નિરૂપણ સૌ કોઈને આનંદદાયક બને છે.
ચૈત્ર માસમાં શીતળતા દૂર થઈ અને ગરમી-તાપનો પ્રભાવ પડ્યો છે.
વૈશાખી વાયરા આનંદદાયક લાગે પણ કવિના શબદો છે. તડકો લાગે છે આકરો સખી ? આવ્યો માસ વૈશાખ રે.
જેઠ માસમાં ધરતી ગરમાગરમ વધુ તપી જાય છે. રાતનો સમય સ્વપ્નવત્ લાગે છે અને ભૂમિ તો અગ્નિ સમાન બની છે. પાણી વિના કંઠ રૂંધાય છે. વિરહાવસ્થા વધુ પ્રબળ બની છે એવો ભાવ દર્શાવ્યો છે.
- અષાઢ માસ બારમો છે. વાદળમાં સૂર્ય છુપાઈ જાય છે. મેઘનું આગમન થાય છે. મેઘ વૃષ્ટિથી વિરહની ગરમી દૂર થઈ છે. મેઘ વર્ષાથી ધરતી ભીની થઈ મેઘ ગર્જના થાય છે અને વસુધાનું નવલું સ્વરૂપ જોવા મળે છે. બારમાસા . કાવ્યોની સમીક્ષા
'૧૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org