________________
ચૌપન દિના ઈ અંતરે આસો અમાવસ જાણ પામ્યા મુગતજ પામશે શ્રી નેમ નિરવાણ || ૩૪ /
કલશ તપગચ્છ રાજા વડ દિવાજા શ્રીવિજય દયા સૂરીસરો મહિમંડલે જસ કીર્તિ વાધી પૂરવૈ પરઈયા ખરો તસ શીષ વૃદ્ધિ વજીર શોભે અમૃતવિજયશ્રી મુજ ગરી વર્ણવ્યા મેં નેમ-રાજુલ લક્ષ્મી સુખ જયવરો ને ૩પ /
ઇતિ સ્તવન સંપૂર્ણ
શ્રી નેમનાથ બારમાસનું સ્તવન તપાગચ્છના આ. હીરવિજયસૂરીશ્વરજીની પાટ પરંપરાએ થયેલા પૂ. લબ્ધિવિજયજીએ નેમનાથના સ્તવનની રચના કરી છે તેમાં બારમાસનો પ્રયોગ કર્યો છે. કવિએ બાર કડીમાં અનુક્રમે કારતકથી આસો માસનો આધાર લઈને રાજુલના મનના વિચારોને પ્રગટ કર્યા છે. કવિની રચના હાલ સરળ હોવાથી વિચારો સમજી શકાય તેવા છે.
નેમનાથ ભગવાન લગ્નને માંડવેથી પશુઓનો પોકાર સાંભળીને પાછા વળી ગિરનાર જાય છે તે પ્રસંગથી રાજુલની વિરહાવસ્થા અને વેદનાનું નિરૂપણ બારમાસના માધ્યમથી કરવામાં આવ્યું છે.
નેમજી વહેલા આવે એવો વિચાર કારતક માસમાં પ્રગટ થયો છે. સાસરીયાનાં મહેણાં સહન થતાં નથી એવો સામાજિક સંદર્ભ પણ જોવા મળે છે. માગશર માસમાં નેમજી વચન પાળીને પાછા આવે, પોષ માસમાં મારી કાયા પરવશ થઈ શીવાદેવીના જયા હજી પણ આવ્યા નહિ.
મારી સખીઓ સર્વ રીતે આનંદ કરે છે ત્યારે હું ઘર મંદિરમાં એકલી બેસી રહું છું. ફાગણ મહિનામાં ફાગ ખેલવાનો છે હે નાથ !
૧૬૪
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org