________________
28ષભદેવજીના બારમાસા - પરિચય
બારમાસા ઋતુ કાવ્યનો એક પ્રકાર છે. તેનાં મુખ્યત્વે પ્રકૃતિની પશ્ચાદ્ભૂમિકામાં વિરહ-શૃંગાર રસનું નિરૂપણ મહત્ત્વનું ગણાય છે. સ્થૂલિભદ્ર - કોશા, નેમનાથ-રાજુલ વિશે બારમાસાની કૃતિઓ રચાઈ છે.
ભક્તિ નિમિત્તે પાર્શ્વનાથ અને ઋષભદેવ ભગવાનની બારમાસા કાવ્ય પ્રાપ્ત થાય છે.
કવિ ઋષભદાસ કૃત ઋષભદેવ ભગવાનના બારમાસાની રચનાનો આરંભ કારતક માસથી થયો છે અને અંતે આસો માસનો ઉલ્લેખ છે. કવિએ પ્રકૃતિના ઉલ્લેખ સાથે પ્રભુ ભક્તિનો મહિમા ગાયો છે.
આરંભની પંક્તિઓ જોઈએ તો - પ્રથમ નિણંદ પ્રણમું પાયા, જનની મરૂદેવી એ જાયા ઋષભદેવ ધૂલેવા નગર રાયા, જગત ગુરુ જિનવરને જાણીએ / ૧ /
બીજી કડીથી ૧૨ કડી સુધી કારતક થી આસો માસનો સંદર્ભ આપીને વિવિધ પ્રકારની પ્રભુ ભક્તિના વિચારો પ્રગટ થયા છે. ( કારતક માસમાં પ્રભુના દર્શનથી મનવાંછિત પ્રાપ્તિ, માગશરમાં પ્રભુની મૂર્તિથી મન મોહ્યું છે. પોષ માસમાં પ્રભુ દીનદયાળુ, મહામાસમાં વસંતનું આગમન - વસંત રાગ ગાવાનો, ફાગણમાં પ્રભુ સાથે કેશર-કસ્તુરીથી અને વિલેપનથી પૂજા કરીને ફાગ ખેલવો, ચૈત્રમાં પ્રભુની પુષ્પોથી ભક્તિ કરવી. મુગટ ચઢાવવો, વૈશાખમાં ફૂલોની માળા પુષ્પ વૃષ્ટિ, જેઠ માસમાં પ્રભુને અભિષેક અને પંખાથી
બારમાસા - કાવ્યોની સમીક્ષા
૧૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org