________________
૧૩. બારમાસા - કાવ્યોની સમીક્ષા
www
જૈન સાહિત્યમાં સ્થૂલિભદ્ર - કોશા અને નેમ-રાજુલના જીવનના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને બારમાસા - ઋતુ કાવ્યની રચના થઈ છે. આ કાવ્યોમાં કવિત્વ-શક્તિની સાથે પ્રકૃતિની પશ્ચાદભૂમિકાથી અનોખી કવિપ્રતિભાનું દર્શન થાય છે.
નેમનાથ-રાજુલના બારમાસાનો એક સંગ્રહ સં. ૧૯૪૭માં પ્રગટ થયો હતો. તેના ટાઈટલ પેજ ઉપર પ્રકાશકનું નામ નથી પણ જૈન ધર્મી શ્રાવક એવા શબ્દોની નોંધ છે.
બારમાસા'નાં વિવિધ કાવ્યોની ટૂંકી નોંધ અત્રે પ્રગટ કરવામાં આવી છે તે ઉપરથી જૈન સાહિત્યની કાવ્ય સમૃદ્ધિની સાથે કલાની દૃષ્ટિએ પણ વિશિષ્ટ કોટીનું પ્રદાન છે તેનો ખ્યાલ આવે તેમ છે. પ્રકૃતિ, પ્રણય અને માનવજીવનની શૃંગાર અને વિરહના રસને કલાત્મક રીતે અભિવ્યક્ત કરીને બારમાસા કાવ્યો જૈન સાહિત્યની ઉત્તમ કૃતિઓ ગણાય છે.
કૃતિઓની માહિતી નીચે પ્રમાણે છે. ૧. પ્રાચીન
“બારમાસાની રચના પ૩૩ વર્ષ પહેલાંની કવિ ડુંગરસ્વામીની પ્રાપ્ત થાય છે.
૧૪૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org