________________
કરીએ તો વિયોગ શૃંગાર રહેલો છે. આ રીતે અરિહંતની વિચારણા એ શૃંગારરસ છે. “નમો અરિહંતાણં” એનો આવો અર્થ વિચારવાની પ્રક્રિયામાં શૃંગારરસનું સ્થાન છે.
૨. હાસ્યરસ : હાસ્યરસમાં હસવું અને બીજાને હસાવવાનું નિમિત્ત બનવું. ચિત્ર-વિચિત્ર વેશભૂષા, અંગોપાંગની વિકૃત સ્થિતિ, ચંચળતા, એષ્ટાઓ દ્વારા હાસ્ય નિષ્પન્ન થાય છે. આ હાસ્ય “સ્થળ' છે. હાસ્યથી શરીરમાં ફેરફાર થાય છે. નાક ફૂલે, હોઠ પહોળા થાય, ગાલમાં ખાડા પડે, ચક્ષુમાં ચકમક થાય. આ ફેરફારનું કારણ હાસ્ય રસ છે. તેના છ પ્રકાર હસિત, વિકસિત, ઉપહસિત, અપહસિત, અતિહસિત, સ્મિત. આ છ પ્રકારમાં “મિતનું હાસ્ય ઉત્તમ ગણાય છે. નવકારમાં પંચ પરમેષ્ઠિ છે. મનુષ્ય જન્મ મળ્યા પછી મહામંત્ર - મંત્રાધિરાજ નવકારની પ્રાપ્તિ થઈ એના જેવો બીજો કોઈ આનંદનો - હાસ્યનો પ્રસંગ નથી એમ વિચારવું જોઈએ. તેની ઉપેક્ષાથી મનુષ્યની દુર્દશા થઈ છે. ક્યાં વીતરાગ ? અને ક્યાં મારો તુચ્છ આત્મા? આ પ્રકારની વિચારણાથી હાસ્ય નિષ્પન્ન થાય છે. આત્મા પોતાની મૂર્ખતા પર હાસ્ય કરે છે. જ્યારે વીતરાગની વિચારણા કરે છે ત્યારે મંદ મંદ સ્મિતની લાગણી ઉદ્દભવે છે. હાસ્ય એ મોહનીય કર્મની સ્થિતિ છે, આત્માની સુધારણા કરવાની છે. ચાર ગતિમાં ભ્રમણ કરતો આત્મા જગતની વિચિત્રતા એ પણ પરમેષ્ઠિની વિચારણામાં હાસ્ય ઉત્પન્ન કરાવે છે.
૩. કરૂણરસ : સ્વજનનો વિયોગ, શોક, મૃત્યુ વગેરે પ્રસંગોમાંથી કરૂણ રસ ઉદ્દભવે છે. તદુપરાંત અનિષ્ટનો સંયોગ અને ઈષ્ટનો વિયોગ એ પણ આ રસના ઉદ્દભવમાં સ્થાન ધરાવે છે. આ રસનાં લક્ષણોમાં આંખમાં આંસુ, ગાત્રો શિથિલ થાય, સ્મૃતિ નાશ, વિચારોની અસ્થિરતા – સંકલ્પ – વિકલ્પ, શૂન્યમનસ્ક જેવી સ્થિતિનો
નવકારમંત્રમાં નવરસો
૧૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org