________________
નવકારમંત્રમાં નવરસો
સાહિત્યની સૃષ્ટિમાં રસ નિરૂપણ એક મહત્ત્વનું લક્ષણ ગણાય છે. નવકાર મંત્રમાં નવપદ છે પણ તેમાં નવરસનું નિરૂપણ થયું છે. પ્રથમ દૃષ્ટિએ વિચારીએ તો આશ્ચર્ય થાય કે માત્ર ૬૮ અક્ષરના નાનકડા નવકાર મંત્રમાં શૃંગાર, હાસ્ય, કરૂણ, અદ્ભુત, બીભત્સ, શાંત, રૌદ્ર, વીર અને ભયાનક રસ એમ નવરસનો સમાવેશ થાય છે. - પ્રત્યક્ષ રીતે તો નવકારમાં કોઈ પણ એક કે વધુ રસનું દર્શન થતું નથી પણ નવકાર મંત્રનો ગૂઢાર્થથી વિચાર-ચિંતન કરતાં રસાસ્વાદ માણી શકાય છે. પ.પૂ. આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજીએ નવરસમય નવકાર' નામનું લઘુ પુસ્તક પ્રગટ કર્યું છે. - પૂ.શ્રીએ નવકાર મંત્રમાં રહેલા નવરસનું વિશિષ્ટ પ્રકારનું અર્થઘટન કર્યું છે. પૂ.શ્રીનું નવકાર મંત્ર અંગેનું સૂક્ષ્મ ચિંતન નવરસનો પરિચય કરાવે છે. એમની અજબ-ગજબની કલ્પનાશક્તિનો પરિચય આ પુસ્તક દ્વારા થાય છે. આ પુસ્તકને આધારે નવરસની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે.
સાહિત્યમાં નવરસ કાવ્ય છે. ભક્તિરસ એ કોઈ સ્વતંત્ર રસ નથી પણ શાંતરસનો જ એક પર્યાય છે. પૂ.શ્રીએ વાત્સલ્ય રસને ૧૦મો ગણાવ્યો છે. નવકારમંત્રમાં નવરસો
૧૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org