________________
જગડૂશાહે વિવિધ સ્થળોએ જિન મંદિરમાં ધજાઓ ચઢાવી પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. સમુદ્રતટે તપદ્વારા સાધના કરી હતી. પરિણામે જગડૂને વરૂણદેવ પ્રસન્ન થયા હતા.
ઉપરોક્ત માહિતી જગડૂચરિત મહાકાવ્યમને આધારે આપવામાં આવી છે. પૂ. કેશરકુશળ મુનિ ભગવંતની રચનામાં જગડૂનો મિતાક્ષરી પરિચય છે પણ આ મહાકાવ્યને આધારે આપેલી માહિતીથી દાનવીર જગડૂશાનો વાસ્તવિક પરિચય થાય છે.
“કડખાનો સારભૂત વિચાર તો એ છે કે કહેવું (બોલવું) સહેલું-સરળ છે પણ આચરણ કરવું કઠિન છે. ચિદાનંદજીએ સઝાયમાં જે કડખાનો ઉલ્લેખ કર્યો છે તેમાં કહેણી-“કથની કથે સહુ કોઈ રહેણી અતિ દુર્બલ હોઈ” એ વાત સર્વ સામાન્ય રીતે વિચારવાની છે.
કડખા ગાનારા માત્ર ગાય છે રણમેદાનમાં લડવાની હિંમત નથી. ચારણ જાતિના લોકો આવા શૂરાતન માટે કડખા ગાવાની ખ્યાતિ ધરાવે છે પણ યુદ્ધમાં ઘાયલ અને મૃત સૈનિકોને જોઈએ તેઓ દૂર ભાગે છે. અહીં જગડૂશાના સંદર્ભમાં એમની દયાવીર, દાનવીર અને ધર્મવીરની ભાવનાનો વિશિષ્ટ પ્રકાશ પથરાયેલો છે તે દૃષ્ટિએ આ માહિતી જૈન-જૈનેતર સમાજને માટે અનન્ય પ્રેરણારૂપ છે. કડખા' નિમિત્તે વાચક વર્ગને દાનવીર જગડૂશાનો પરિચય કરાવવાની ક્ષણ જીવનની ધન્ય ઘડી બની ગઈ છે.
૧૩૮
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org