________________
“ઈન્દ્ર ચન્દ્ર કે સુરતરૂ સાર માનવ નહીં એ સુર અવતાર” ધનધન જાતી શ્રીમાલી તણી, જેહતી કરતિ ચિહુ દિશે જણી.
જગડૂશાહના જીવનનો સંક્ષિપ્ત પરિચય એમની ધર્મશ્રદ્ધા અને શ્રાવક તરીકેની ગુરુભક્તિ, પૂજા-સામાયિક, પ્રતિક્રમણ અને દાનશીલ તપ ભાવ જયાં સુકૃત્યોની માહિતી અનુકરણીય છે અને એટલે જ કવિએ એમને દેવલોકના દેવી ઈન્દ્ર અને ચન્દ્ર સમાન ઉપમાથી પરિચય કરાવ્યો છે. દાનધર્મના કેન્દ્રમાં જગડૂશાહની આ કાવ્યકૃતિ “કડખા' તરીકે નોંધપાત્ર છે. સંદર્ભ - લીલાવતી - મહિમાવતી રાસ - સંપા. ભીમશી માણેક (પ-૮૫)
જગદૂચરિત મહાકાવ્યમ્ -પૂ. સર્વાનંદસૂરિ સંશોધક- પંન્યાસશ્રી વજસેન વિ, સહ. સા. ચંદનબાળાશ્રીજી
જગડૂશાહે લોકોને સુખી કરવા માટે ભૂખમરાથી બચવા માટે ધાન્યનું દાન કર્યું હતું તેની માહિતી આશ્ચર્ય અને આનંદની સાથે દાનવીરના બિરૂદને સમર્થન આપે છે.
ઉજ્જૈનના રાજા મદન વર્મનને ૧૮,૦૦૦ મૂડા, દિલ્હીના બાદશાહ મોજઉદિનને ૨૧,૦૦૦ મૂડા, કાશીના રાજા પ્રતાપસિંહને ૩૨,૦૦૦ મૂડા, કંથાર દેશના રાજાને ૧૨,૦૦૦ મૂડા, ૧૧૨ દાન શાળાઓનું નિર્માણ કર્યું. કુલ ૯,૯૯,૦૦૦ મૂડા ધાન્યનું દાન કર્યું અને ૧૮ કરોડનું દાન યાચકોને દુષ્કાળમાં આપી માનવતા – જનસેવાપ્રભુસેવાનું નમૂનારૂપ અનુકરણશીલ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે.
કુલીન પરિવારવાળા લજ્જાથી માગી ન શકે તેવા પરિવારને પણ સોનાની દીનાર આપીને સંતુષ્ટ કર્યા હતા.
૧૩૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org