________________
હતું. માતા લક્ષ્મી, ભાઈ પદ્મ અને રાજ એમ ત્રણ પુત્રોથી સોળ શેઠનો પરિવાર નગરમાં ખ્યાતિ પામ્યો હતો. પૂર્વ કર્મના યોગે સંપત્તિ ઓછી થઈ અને ચિંતા વધી ગઈ. પૂ. સાધુ ભગવંત ચાતુર્માસ રહ્યા હતા એમની ભક્તિ કરી. છતાં પણ નવકાર મંત્રનો જાપ, સામાયિક, પ્રતિક્રમણ કરે અને શ્રાવકનાં વ્રત પણ ગ્રહણ કર્યા હતાં. જગશાના જીવનમાં આ સમયે ગુરુ મહારાજ આકાશમાં તારામંડળ જોઈને ભવિષ્યવાણી ઉચ્ચારી કે દુષ્કાળમાં જગડૂશા ગરીબોનો ઉદ્ધાર કરશે. ગુરુ વાણીથી આશ્ચર્યચકિત થઈને જગડૂશા સ્વગૃહે જાય છે. ગુરુએ જગડૂશાને મંત્ર આપ્યો. મંત્ર સાધનાના પ્રભાવથી અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ. કવિના શબ્દો છે.
શુભ દિવસ જોઈ ગુરુ દાસે. મંત્રાદિક મંત્રે કરી લીએ. એકવીશ કલશા ધરતી માંહ પાકજ ઉગ્યો ધોલ્યો ક્યાંય. / ૧૧ || પ્રગટયો પુણ્ય તણો અંકુર પામ્યો લક્ષ્મી પ્રબલ પડૂર. વાણોતર ધન લણો કરે. ધન દઈને એ કણ સંચરે. || ૧૨ //
જગડૂશાહે ધાન્યનો સંચય કર્યો. ગામેગામ ગરીબોને પત્ર દ્વારા સંદેશો પહોંચાડીને જગડૂશાના સેવકોએ લોકોને સમાચાર પહોંચાડ્યા કે ગરીબોને દાન આપવા માટે જગડૂશા તૈયાર છે. જગડૂશાએ સ્વહસ્તે ભાવપૂર્વક દાન આપીને લોકોને સંતુષ્ટ કર્યા. જગડૂશાના દાનના સંકલ્પની માહિતી આપતાં કવિ જણાવે છે કે –
૧૩૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org