________________
પ્રદાન નોંધપાત્ર છે. આ શ્રાવકે કવિ ઉદયરત્ન કૃત બીલાવતી રાણી અને સુમતિ વિલાસ રાસ નામની રચનાની સાથે જગડૂશા શેઠની ચોપાઈ નામની કૃતિનું પણ સંપાદન કર્યું છે. મૂળ આ કૃતિ ચોપાઈ છંદમાં સર્જાયેલી છે એટલે આ શબ્દ પ્રયોગ થયો છે. મધ્યકાલીન સાહિત્યમાં આ પ્રકારના કાવ્યને છંદમૂલક રચના નામથી ઓળખવામાં આવે છે. જૈન સાહિત્યના સંશોધક અને ઈતિહાસ વિદ્ મો. દ. દેસાઈએ જૈન ગૂર્જર કવિઓ ભાગ-....... માં જગડૂશાનો “કડખો' શીર્ષક આપીને નોંધ કરી છે. કવિએ “કડખા' વિશે કોઈ અર્થ દર્શાવ્યો નથી. મૂળભૂત વીરતાના સંદર્ભમાં તેનો પ્રયોગ હતો હતો. તે દૃષ્ટિએ વિચારીએ તો જગડૂશાહનું નામ “દાનવીર' નામના બિરૂદથી જૈન સમાજમાં વિખ્યાત છે. આજે પણ ઉદારતાથી દાન આપનાર વ્યક્તિને જગડૂશાહના નામથી ઓળખવામાં આવે છે. વીર રસના ચાર પ્રકાર દાનવીર, દયાવીર, યુદ્ધવીર અને ધર્મવીર છે.
જગડૂશાહ દાનવીર છે. એમની ધનવીરતાને બિરદાવવા માટે કવિએ આ રચના કરી હોય એમ અર્થઘટન કરીએ તો તે ઉચિત લેખાશે. જગડૂશાહની દાનવીરતા જાણીને, વાંચીને, શ્રવણ કરીને અન્ય લોકો પણ દાનધર્મમાં પ્રવૃત થાય એવો શુભ હેતુ છે. એટલે કડખો' નામનું રહસ્ય દાનવીરતાના પ્રેરણા-પ્રોત્સાહનના સંદર્ભમાં સ્પષ્ટ રીતે સમજાય છે. - જગડૂશા શેઠની ચોપાઈ અથવા કડખો
આરંભના દુહામાં પાર્શ્વનાથને પ્રણામ કરીને વિષયવસ્તુનો ઉલ્લેખ કર્યો છે.
પાસ જિનેસર પાય નમી, પ્રણમી શ્રી ગુરુપાય.
જગડૂશા સુરલો તણી, ગુણ ગાતાં સુખ થાય. || ૧ || ૧. સુરલા = પરાક્રમી
૧૩૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org