________________
આધ્યાત્મિક શૃંગારમાં અપૂર્વ આનંદની અનુભૂતિ કરે છે તે પ્રસંગનું નિરૂપણ મુખ્યપણે સ્થાન ધરાવે છે.
જૈન સાહિત્યમાં હાસ્યરસ માટે પ્રભુ ભક્તિ આરાધના અને સાધના દ્વારા જે અનુભૂતિ થાય છે તેનો આનંદ એ હાસ્યરસ કહેવાય છે. જશ વિજયના શાંતિનાથના સ્તવનમાં ભક્તિની તલ્લીનતાની સાથે અનુભવની અનેરી માહિતીનો સંદર્ભ પ્રાપ્ત થાય છે.
“હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં તાળી લાગી જબ અનુભવ કી તબ લહે કોઉ કો સાનમેં પ્રભુ ગુણ અનુભવ રસ કે આગે હોવત નહીં કોઉ માનમેં. ચિદાનંદજીના નેમનાથના સ્તવનનું ઉદા.
“પણ તુમ દરિશણ જોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ અનુભવ અભ્યાસી લહે, દુઃખદાયી, હો સહુ કર્મ વિનાશ.
ભક્તિના માધ્યમ દ્વારા અનુભવની અનેરી લહેર પ્રગટ થતાં અનેરો આનંદ થાય છે તેનું શબ્દોમાં વર્ણન થઈ શકે નહિ. ધાર્મિક સાહિત્યનો આ હાસ્ય રસ સમર્પણશીલ સાધક-આરાધક અને ભક્ત અનુભવી શકે છે. આ રસની અનુભૂતિ અસાધારણ કક્ષાની હોઈ સાધારણ ભક્તિ પણ પુરુષાર્થથી અનુભવી શકે છે.
દેવચન્દ્રજીના અભિનંદન સ્વામીના સ્તવનની પંક્તિઓ જોઈએ તો -
અભિનંદન અવલમ્બને, પરમાનન્દ વિલાસ હો મિત્ત. દેવચન્દ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત. I & II
અનુભવ રસનો મહિમા અપરંપાર છે જે હાસ્યરસનો ઉત્તમ નમૂનો છે. રસાનુભૂતિ મનની આંતરબાહ્ય સ્થિતિનું પરિણામ છે.
૧૩૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org