________________
- ૧૧ -
..
જગડુશાહનો કડખો
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની વિવિધતામાં અલ્પ પરિચિત કડખો' કાવ્યની માહિતી નીચે પ્રમાણે છે. કડખો એ પ્રશસ્તિ કાવ્ય છે. “કડખો' એ દેશનો પ્રકાર છે. સ્તવનો, પૂજા, સાહિત્ય અને ઢાળબદ્ધ રચનાઓમાં કડખાની દેશીનો પ્રયોગ થયો છે. “કડખો'નો પ્રયોગ યુદ્ધમાં લડતા લડવૈયાઓને શૂરાતન ચઢાવવા માટે થાય છે. કડખાની રાહમાં ગવાતી પંક્તિઓથી શૂરાતન ચઢે અને જુસ્સો વધે એમ અર્થ રહેલો છે.
કવિ ચિદાનંદજીની સઝાય કથની કથે સહુ કોઈમાં કડખાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. બંદીવાન કડખા ગાવે સુણી શૂરા શિશ કટાવે.
કડખો' ગાવાની રીત-પ્રણાલિકા યુદ્ધકાળ દરમિયાન મહત્ત્વની પ્રવૃત્તિ ગણાતી હતી. દેશીઓની સૂચીમાં “કડખો” ઝુલણા અને આસાઉરી રાગ સાથે સંબંધ ધરાવે છે.
જૈન સાહિત્યમાં જગડૂશાહનો “કડખોની રચના કવિ કેશરકુશલની પ્રાપ્ત થાય છે. આ પ્રકારની એક જ કૃતિ છે. શ્રાવક ભીમસી માણેકની સાહિત્ય સંપાદન અને પ્રકાશની પ્રવૃત્તિ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. જૈન સાહિત્યના સંશોધનમાં એમનું
જગડૂશાહનો કડખો
-૧૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org