________________
મધ્યકાલીન સાહિત્યમાં માત્ર ત્યાગ અને વૈરાગ્યની ભાવનાના નિરૂપણ સાથે પ્રકૃતિ અને પ્રણયના પ્રસંગોનું વર્ણન રસ-ભાવઅલંકાર અને છંદ વગેરેના પ્રયોગથી ઊંચી કવિ પ્રતિભાનું દર્શન કરાવે છે. કવિ રત્નમંડન ગણિની ૧૬મી સદીના મધ્યભાગની રંગસાગર નેમિફાગ ઉપરોક્ત માહિતીના દષ્ટાંતરૂપે પ્રગટ કરવામાં આવ્યો છે. કવિએ શૃંગાર-કરૂણા-શાંત-વીર અને અદ્ભૂત રસના પ્રયોગથી નેમનાથના જીવન પ્રસંગોનું વર્ણન કર્યું છે. તેમાં પ્રકૃતિ નિરૂપણ દ્વારા ઉદીપન વિભાવનો પ્રયોગ નોંધપાત્ર છે. કવિએ વસ્તુવિભાજનમાં ‘રાસક' અને ‘ફાગ’ના પ્રયોગ દ્વારા રાસ રમવાની-ખેલવાની ફાગ રમવાની સામાજિક પ્રણાલિકાનો સંદર્ભ દર્શાવ્યો છે. શ્રી કૃષ્ણની રાસલીલા સુવિદિત છે. જૈન સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં રાસાયો રચાયા છે. તેમાં રાસ-ફાગુ કે ફાગ સંજ્ઞાવાળી કૃતિઓ ધાર્મિક પ્રસંગોએ નૃત્ય અને સમૂહગાન દ્વારા ધર્મભાવનાની અભિવ્યક્તિની સાથે જીવનનો અપૂર્વ આનંદ વ્યક્ત કરે છે. તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે.
કવિની કલ્પનાઓ પણ કૃતિને કાવ્ય તરીકે સફળ બનાવવામાં સફળ નીવડી છે. લલિત મંજુલ પદાવલીઓ દ્વારા અભિવ્યક્તિ કરીને કાવ્યરચના ભાવવાહી બની છે. ૧૬મી સદીની ગુજરાતી ભાષાનો લાક્ષણિક પરિચય થાય છે. કેટલાક શબ્દોની પુનરૂક્તિ અને પ્રાસ રચના પણ કાવ્યગત વિચાર કે ભાવને વ્યક્ત કરવામાં સફળ બની છે.
“વાજઇ વાજિંત્ર હુઈ અમર માનવ રંગનવરંગ નારિ ગાઈ ઉબેરે.”
“રમતિ કરંતા રિંગ, ચડઈ ગોવર્ધનગિ, ગૂર્જર ગોવાલણીએ, ગાઈ ગોપીસિઉ મિલીએ.”
શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ)
Jain Education International
For Personal & Private Use Only
૧૧૧
www.jainelibrary.org