________________
“વનિ વનિ કુસુમ રોમ રોમાકર ફુલફલ ધરઈ અપાર.” “ત્રિભુવની મદ મહાપતિ દીપતિ અતિ પ્રચંડ.” “કુમર રમાડઈ નારિ હીંડાજર હીંચણહારી. ઉદ્ઘગિ બUસારી એ સંચરિ સિંગરીએ.” “વન ખંડન મંડન અખંડ ખડો ખલી મલયાનિલ પીડિત જલઉકલી.” “ગાજંતિ ગજ ગેલિ ગંજનગતિ ગોરી ગુણે આગલી
લહકઈ કુંડળ કાનિ સસિરવિમંડલ માનિ મુકુટ મનોહાર એ શિર શોભા કરૂએ.”
ઉપરોક્ત પંક્તિઓ દ્વારા કવિ પ્રતિભાની સાથે કૃતિના પ્રસંગોનો પણ લાક્ષણિક પરિચય થાય છે. સમગ્ર રચના ભાવવાહી, હૃદયસ્પર્શી અને સર્વ રીતે આસ્વાદ્ય બની છે. શ્રી નેમિનાથનું સ્તવન - નવરસો
૧૧મી સદીના પ્રતિભાશાળી કવિ રૂષભદાસની રચનાને સ્તવન-નવરસો એવી સંજ્ઞા આપવામાં આવી છે. નવરસોનો શબ્દ કાવ્યની રસિક્તા અને રસ વૈવિધ્યનું સુચન કરે છે.
કવિએ મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર સરસ્વતી વંદના, ઢાળમાં વસ્તુવિભાજન, દેશીઓનો પ્રયોગ અને અંતે કળશ રચના દ્વારા રચના સમય અને ગુરુ-કવિનો ઉલ્લેખ કર્યો છે.
આ રચનાનું વસ્તુ પાંચ ઢાળમાં વિભાજિત થયું છે તેમાં નેમનાથના જીવનના પ્રસંગોનું રસિક વાણીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. કાવ્યની મહત્ત્વની વિગતોનો કવિના શબ્દોમાં પરિચય
૧૧૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org