________________
સંવત ઓગણીસે પાંચે સમે હો, સાવણ વદિ અગ્યારસ બુધવાર હેમ વિલાસ જોયો ભલો હો, ઉદિયાપુર શહર મઝાર ! નવમી ઢાલ વિષે કહ્યો હો, હેમ પંડિત મરણ સાર | જયજશ આંનદ ગુણનીલો હો, સુખ સંપતિ દાતાર છે.
(ઢાળ-૯) (ગા. ૧૧૫ થી ૧૧૯) ઉપરોક્ત ગાથામાં હેમ નવરસો - હેમના ગુણગાન ગાયા, રચના સમય, સ્થળ અને હૈમ વિલાસને આધારે કૃતિનું સર્જન કર્યું છે તેની માહિતી મળે છે.
મધ્યકાલીન કાવ્યરચનાની રીતિને અનુસરીને કાવ્યરચના કરી છે. આરંભમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને હેમ નવરસોની રચના કરવાનો ઉલ્લેખ થયો છે. તદુપરાંત દુહામાં એમના જીવનનો મિતાક્ષરી પરિચય થાય છે. ત્યાર પછી દુહામાં જે ઉલ્લેખ થયો છે તેનું વર્ણન ઢાળમાં થયું છે.
કવિએ દુહા અને ઢાળમાં કૃતિનું વિભાજન કરીને વિવિધ પ્રસંગોનું વર્ણન કર્યું છે. મધ્યકાલીન કવિઓએ ગેય દેશીઓમાં રચના કરી હોવાથી વિવિધ સ્વરૂપની કૃતિઓનો આસ્વાદ્ય કરવાની સુવિધા પ્રાપ્ત થાય છે. કવિએ રચેલા દુહાની નોંધ કરવામાં આવી છે. | હેમ નવરસોઃ જીવનનો સંક્ષિપ્ત પરિચય મારવાડના શિરયારી શહેરમાં અમરાજી પિતા અને સોમા માતાની કુક્ષિએ સ્વપ્નમાં દેવવિમાન જોઈને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. તે સંવત ૧૮૨૯માં પુત્રનો જન્મ થયો અને હેમ નામ રાખવામાં આવ્યું હતું. લેનરનૂ નામની બહેન હતી. જન્મ સમયની માહિતી આપતાં કવિ જણાવે છે કે -
હેમ નવરસો
૧૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org